ગુજરાત

gujarat

ETV Bharat / state

રાંધણ ગેસના બોટલમાં ભાવનો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું - Price hike

બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં રાંધણ ગેસના બાટલોમાં ભાવમાં વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાતા તેઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લાની પ્રજા હાલ મોંઘવારીનો માર વેઠી રહી છે. કોરોના મહામારીમાં રોજગાર સાથે રોજગારી ન મળતા મધ્યમ અને મજુરીયાતવર્ગની કમર તૂટી ગઈ છે.

રાંધણ ગેસના બોટલમાં ભાવનો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
રાંધણ ગેસના બોટલમાં ભાવનો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

By

Published : Dec 29, 2020, 2:49 PM IST

  • રાંધણ ગેસના બોટલમાં ભાવ વધારો થતાં ગૃહિણીમાં રોષ
  • તેલ, બટાકા, ડુંગળીના ભાવ બાદ ગેસના બોટલ પ્રજા માટે મોંઘો થયો
  • રાંધણ ગેસનો ભાવ વધતા સામાન્ય વર્ગના પરિવારોની હાલત કફોડી

છોટા ઉદેપુરઃ આ જિલ્લામાં રોજગારી મેળવવા મોટાભાગના લોકોએ ખેતી પર નિર્ભર રહેવું પડે છે. જિલ્લામાં રોજગારીની તકો ઉભી કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. હાલ તેલના ડબ્બા,બટાટા,ડુંગળી બાદ રસોઈગેસનાં બોટલમાં 50 રુપિયાથી વધુનો વધારો ઝીંકાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ગૃહિણીઓ તરફથી જાણવા મળે છે કે આવકની સામે જાવક વધતા ઘર ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે.

રાંધણ ગેસનો ભાવ વધતા સામાન્ય વર્ગના પરિવારોની હાલત કફોડી

સરકાર મોંઘવારી પર નિયંત્રણ લાવે તેવી ગૃહિણીઓની માગણી

સરકાર આડેધડ વધતી જતી ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ નહીં લાવે તો ભોજનની થાળીમાંથી ધીમે ધીમે ખાવાની ચીજવસ્તુઓ અદ્રશ્ય થશે. અનાજ,તેલ,ગેસ,શાકભાજી,દૂધ સહિતની રોંજિંદી ચીજવસ્તુઓ વિના ચાલી શકે તેમ નથી. સરકાર વહેલીતકે મોંઘવારી પર નિયંત્રણ લાવે તેવી માગણી ગૃહિણીઓ કરી રહી છે. આમ બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં રાંધણગેસના ભાવમાં વધારો ઝીંકાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાતાં સરકાર સામે ગુસ્સો ઠાલવી રહી ભાવવધારો પાછો ખેંચવાની માગણી કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details