- વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતૂર
- પાક નિષ્ફળ થવાનો ડર
- ડેમના પાણી છોડવાની માગ
છોટાઉદેપૂર : સામાન્યતઃ વરસાદ જેઠ, અષાઢ, શ્રાવણ, અને ભાદરવા મહિનામાં વરસતો હોય છે અને નદી કોતરો, તળાવો અને ડેમ અને સરોવરો છલકાય જાય છે. પણ આ વર્ષે શ્રાવણ મહિનો પણ પૂરો થવા આવ્યો તેમ છતાં હજી કોતરો, નદીઓ અને તળાવોમાં કોતરો ખાલી ખમ નજરે છે. જિલ્લાના કેટલાક વિસ્તારમાં ખેતરોમાંથી પણ પાણી બહાર નહિ નીકળ્યું એટલો નહિવત વરસાદ વરસ્યો હોવાથી હાલ વરસાદના વાદળો તો નહિ બંધાતા ખેડૂતોનાં મનમાં ચિંતાનાં વાદળો ચોકકસ બંધાયા છે.
મોઘા બિયારણ વાવ્યા
છોટા ઉદેપુર જિલ્લામાં શરૂઆતનો વરસાદ સારો વરસી જતાં ખેડૂતો મોંઘાદાટ બિયારણોનું વાવેતર કરી દીધું હતું, પરંતુ વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા પહેલી વખતનું બિયારણ નિષ્ફળ નીવડ્યું હતું.અને બીજી વારનું બિયારણ વાવવાની ફરજ પડી હતી.છેલ્લા 20- 25 દિવસ થી વરસાદ ખેંચાતા હાલ ડાંગર , કપાસ, સોયાબીન, મકાઈ, તુવેર , અડદ જેવા પાકોને પાણીની તાતી જરૂરિયાત ઊભી થવા પામી છે.