ગુજરાત

gujarat

ETV Bharat / state

છોટાઉદેપુરના શાકભાજી ખેડૂતોની મોટી સમસ્યા, કારણ જાણી ચોંકી જશો - છોટાઉદેપુરના શાકભાજી ખેડૂતોની મોટી સમસ્યા

શાકભાજીમાં રાજા ગણાતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, જેતપુરપાવી, સંખેડા તાલુકામાં રીંગણ સહિત શાકભાજીનો ભાવ ગગડતાં (Decrease Vegetable Prices in Chotaudepur ) ખેડૂતોની હાલત કફોડી થઈ છે. બોડેલી શાક માર્કેટ (Bodeli Vegetable Market )માં કિલોના 30 થી 40 રૂપિયા ભાવે શાકભાજી (Losses in brinjal cultivation )વેચાઈ રહ્યાં છે અને પશુઓને ખવડાવી દેવાઇ ( Vegetable crops fed to cattle )રહ્યો છે.

છોટાઉદેપુરના શાકભાજી ખેડૂતોની મોટી સમસ્યા, કારણ જાણી ચોંકી જશો
છોટાઉદેપુરના શાકભાજી ખેડૂતોની મોટી સમસ્યા, કારણ જાણી ચોંકી જશો

By

Published : Jan 2, 2023, 3:48 PM IST

માર્કેટમાં ઉંચો ભાવ અને ખેડૂતોને કાંઇ ન મળે

છોટાઉદેપુર આદિવાસી બહુલ જિલ્લો હોય મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ જિલ્લામાં વસવાટ કરતા આદિવાસીઓ મોટાભાગે શાકભાજીની ખેતી ઉપર નિર્ભર છે. હજારો એકર જમીનમાં ટામેટા, રીંગણ, ફુલાવર, મરચા સહિતના અન્ય શાકભાજીનું વાવેતર કરી જીવન નિર્વાહ ચલાવતા હોય છે. છોટાઉદેપુરના ખેડૂતોની સમસ્યા શાકભાજીના યોગ્ય ભાવન ન મળવાની (Decrease Vegetable Prices in Chotaudepur ) છે. હાલ શાકભાજીનો ભાવ બિલકુલ તળિયે બેસી જતા ધરતીપુત્રોની હાલત કફોડી થઈ છે અને તેઓના ખેતરોમાં વાવેતર કરેલ શાકભાજીના છોડોને ઉખડી પશુઓને ખવડાવવા, પશુપાલકોને લઇ જવાની છૂટ ( Vegetable crops fed to cattle )આપી દીધી છે, તો કેટલાંક ખેડૂતો ટામેટાં સહિતની શાકભાજી ફેંકી દેવા પર મજબૂર બન્યા છે.

આ પણ વાંચો રાજકોટમાં ખેડૂતોની હાલત દયનીય, ખર્ચો નીકળે તેટલો પણ ભાવ ન મળતા રસ્તા પર ફેંક્યા શાકભાજી

ખેડૂતની પ્રતિક્રિયા ખેડૂત પ્રવીણભાઈ રાઠવા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે ચોમાસાંનાં ચાર મહિના, શિયાળાનાં 2 મહિના આમ 6 મહિનાથી શાકભાજીમાં રીંગણ, મરચી અને ટામેટાંની ખેતી કરી છે, મોઘું બિયારણ, મોઘું ડીઝલ એક પંપ દવા છાંટવાના 200 રૂપિયાનો ખર્ચનીં સાથે 6 હજાર જેટલો ખર્ચ કર્યો તો સામે રૂપિયા 500 ની પણ આવક મળી નથી. થોડાં દિવસ પહેલાં 15 રૂપિયાની 1 પ્લાસ્ટિકનાં થેલામાં 20 કીલો રીંગણ પાર્સલ કરી 10 મણ વડોદરા મોકલ્યાં હતાં, તો 20 કીલોના 23 રૂપિયા ભાવ મળ્યો હતો. તેની સામે 20 કિલો રીંગણનો પાર્સલ કરવાનો 15 અને ભાડું 50 આમ 65 રૂપિયાનો ખર્ચ કરતાં 20 કિલોનાં માત્ર 24 રૂપિયા ભાવ મળતા એક પાર્સલ પાછળ 42 રૂપિયાની ખોટ (Decrease Vegetable Prices in Chotaudepur )ગઈ હતી. જ્યારે ટામેટાંમાં પણ 60 થી 70 રૂપિયા જેટલો ભાવ મળે છે. શાકભાજી વીણવાનો ખર્ચ પણ માથે પડે છે.

આ પણ વાંચો બારડોલીમાં રીંગણ ખરીદતી ગૌસેવા સમિતિ, સારા ભાવે ખરીદી દલાલો અને વેપારીઓની સિન્ડિકેટને બોધ આપ્યો

માલધારી પરિવારોને આપી દીધાં રીંગણસંખેડા તાલુકાના મેવાસ પંથકના ધરતીપુત્રોની હાલત પણ કફોડી જોવા મળી રહી છે. સંખેડા તાલુકાના મેવાસ પંથકના તલેટી ગામના ધરતીપુત્ર પ્રભુભાઈ ગોવિંદભાઈ કોળીએ પોતાના એક એકર જમીનમાં વાવેતર કરેલ રીંગણના છોડને રીંગણ સાથે ઉખેડી નાખી કોસીન્દ્રામાં રહેતા ગલતેશ્વર પંથકના માલધારી પરિવારોને ( Vegetable crops fed to cattle )આપી દીધાં હતાં. માલધારી પરિવારો 10 જેટલી ઊંટગાડીઓ ભરી આ રીંગણના છોડને રીંગણ સાથે લઈ ગયા અને શાકભાજીના ખેતરને ખાલી કરી દીધું છે.

રીંગણના છોડને રીંગણ સાથે ઉખેડી ફેંકી દેવાનું નક્કી કર્યુંસોના કરતા ઘડામણ મોંઘું કહેવત મુજબ એક મન રીંગણનો ભાવ 20 થી 30 રૂપિયા તેની સામે તૈયાર પાકને તોડી ઝભલામાં ભરી માર્કેટમાં મોકલવાનો ખર્ચ એક મણનો 70 રૂપિયા થાય છે જેમાં 15 રૂપિયાનું ઝબલું 50 ભાડું 5 મજૂરી મળી 70 થાય છે તેની સામે 20 થી 30 રૂપિયા ભાવ મળે છે જ્યારે આ રીંગણના છોડને તૈયાર કરવામાં એક એકર માં 40 થી 50 હજારનો ખર્ચ થાય છે. એક ખર્ચ ગણીએ તો રીંગણનો ભાવ એક મણનો 100 હોય તો પણ ધરતીપુત્રને ખોટ (Decrease Vegetable Prices in Chotaudepur )જતી હોય છે જેથી ખેડૂતોએ ખેતરોમાં વાવેતર કરેલ રીંગણના છોડને રીંગણ સાથે ઉખેડી ફેંકી દેવાનું નક્કી કર્યું હતું. ત્યારે રીંગણ સાથેના છોડને ઊંટગાડીઓ ભરી લઈ જતા માલધારી પરિવાર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે તલેટી ગામના ધરતીપુત્રોએ પોતાના ખેતરોમાંથી રીંગણીઓના છોડ મૂળ ગળતેશ્વરના અને હાલ કોસીન્દ્રા મુકામે હેરન નદી કિનારે આઠ મહિના માટે પોતાના ગૌવંશને લઈ રહેતા માલધારી પરિવારના સભ્યોને ખેતરમાંથી રીંગણના છોડને ઉખડી ( Vegetable crops fed to cattle )લઈ જવાનું કહેતા તેઓએ 10 જેટલી ઊંટ ગાડી ભરી રીંગણીના છોડના ખેતરને સાફ કરી આપ્યું હતું તેમ જણાવ્યું હતું.

જ્યારે બોડેલી શાક માર્કેટમાં શાકભાજી ઉંચા ભાવે વેચાય વડોદરા માર્કેટમાં શાકભાજીના ભાવ તળિયે ગગડી ગયેલા હોવા છતાં બોડેલી શાક માર્કેટમાં (Bodeli Vegetable Market )હાલ શાકભાજીના ભાવ આસમાને હોવાનુ જાણવા સાંભળવા મળી રહ્યું છે રીંગણનો ભાવ વડોદરા માર્કેટમાં એક રૂપિયાથી ત્રણ રૂપિયા કિલો હોવા છતાં બોડેલી નગરમાં હાલ પણ રીંગણ 2 કિલોના 40 રૂપિયા લેવામાં આવે છે. જ્યારે કેટલીક શાકભાજીના ભાવ (Decrease Vegetable Prices in Chotaudepur )હજી પણ કિલોના સો રૂપિયા છે અને કેટલાક ઠેકાણે અમુક શાકભાજી 30નું અઢીસો ગ્રામ આપવામાં આવતું હોય છે. બોડેલી નગર છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની હોવા છતાં અહીં શાકભાજીના ભાવ માટે ધરતીપુત્રની હાલત ( Vegetable crops fed to cattle )કફોડી થઈ છે જ્યારે બીજી તરફ બોડેલીના શાકભાજી માર્કેટમાં ભાવ આસમાને હોવાથી ગૃહિણીઓની હાલત કફોડી જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details