- કેન્દ્રીય પ્રધાને પોતાના સંબોધનમાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા
- પહેલા તબક્કા બાદ કોંગ્રેસમાં પ્રચારનો નહીં પરંતુ રાજીનામાંનો દોર ચાલી રહ્યો છે: પરષોત્તમ રૂપાલા
- પંજાબમાં માર્કેટ યાર્ડના સંચાલકોને મળતા 8 ટકા કમિશન માટે આંદોલન થઈ રહ્યું છે: રૂપાલા
છોટાઉદેપુરઃ મહાનગર પાલિકાઓમાં પ્રચંડ વિજય બાદ હવે ભાજપ દ્વારા જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં પણ વિજય મેળવવા પ્રચારનો દોર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં પાવીજેતપુર ખાતે ચૂંટણી સભાનું આયોજન કરાયું હતું. કેન્દ્રીય પ્રધાને પોતાના સંબોધનમાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. રૂપાલાએ જણાવ્યું કે પહેલા તબક્કા બાદ કોંગ્રેસમાં પ્રચારનો નહિ પરંતુ રાજીનામાંનો દોર ચાલી રહ્યો છે, તો કોંગ્રેસને કાંટાળા બાવડ સાથે સરખાવી મૂડમાંથી ઉખાડી ફેંકવા કાર્યકર્તાઓને આહવાન કર્યું. ખેડૂત આંદોલન અંગે પણ કેન્દ્રીય પ્રધાન રૂપાલાએ નિવેદન આપતા કહ્યું કે પંજાબમાં માર્કેડ યાર્ડના સંચાલકોને મળતા 8 ટકા કમિશન માટે આંદોલન થઈ રહ્યું છે.