- સંગ્રામસિંહ રાઠવા પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા
- પ્રથમ અઢી વર્ષ બસપાના નેહા જયસ્વાલ પ્રમુખ રહ્યા
- છોટાઉદેપુર નગરપાલિકા છેલ્લા દોઢ વર્ષથી પ્રમુખ પદ માટે વિવાદમાં
છોટાઉદેપુર:સતત દોઢ વર્ષથી પ્રમુખ પદ માટે વિવાદોમાં રહેતી છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ (the President of Chhota Udepur Municipality) તરીકે કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવા (Congress' Sangram Singh Rathwa )ની બિનહરીફ વરણી થઈ છે. અગાઉ સત્તાધારી બસપાના જ પ્રમુખ અને ઉપપ્રમુખને કોંગ્રેસ, ભાજપ એકસાથે આવી અપક્ષો અને ખુદ બસપાના બે સભ્યોને સાથે લઈ સત્તાથી દૂર કર્યા અને હવે બસપાએ કોંગ્રેસને ટેકો આપી BJPને સત્તાથી દૂર રાખ્યા છે. પાલિકા (Chhota Udepur Municipality)ના ચૂંટાયેલા સભ્યોની વાત કરીએ તો કુલ 28 પૈકી બસપાના 09, કોંગ્રેસના 08, બીજેપી 04, બિટીપી 02 અને અપક્ષો 05 છે. કોંગ્રેસના દિગગજ અને રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવાના સુપુત્ર સંગ્રામસિંહ રાઠવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે ત્યારે જિલ્લા કોંગ્રેસમાં હર્ષની લાગણી વર્તાઈ રહી છે.
છોટાઉદેપુર નગરપાલિકા છેલ્લા દોઢ વર્ષથી પ્રમુખ પદ માટે વિવાદમાં
છોટાઉદેપુર નગરપાલિકા છેલ્લા દોઢ વર્ષથી પ્રમુખ પદ માટે વિવાદમાં છે. પ્રથમ અઢી વર્ષ બસપાના નેહા જયસ્વાલ અપક્ષોના ટેકાથી પ્રમુખ તરીકે શાસનમાં રહ્યા, જેમાં કોંગ્રેસ અને બીજેપી બન્નેને સત્તાથી દૂર રખાયા હતાં. અઢી વર્ષ બાદ બસપાના નરેન જયસ્વાલ કોંગ્રેસના બીનશરતી ટેકાથી પ્રમુખ તરીકે ચૂંટાયા, પરંતુ નરેન જયસ્વાલને પ્રમુખ તરીકે એકવર્ષ પણ પૂર્ણ ના થયું અને બસપામાં જ આંતરિક વિખવાદ ને લઈ તેમના ઉપર અવિશ્વાસ દરખાસ્ત લાવવામાં આવી જે બાબતે નરેન જયસ્વાલે કોર્ટના દરવાજા ખખડાવતા તેઓ પ્રમુખ પદે યથાવત રહ્યા પરંતુ તેમના ઉપર થયેલી પોલીસ ફરિયાદોનો હવાલો આપી પ્રાદેશિક કમિશ્નરે નરેન જયસ્વાલને સસ્પેન્ડ કર્યા હતાં.