ગોડાઉનના રીટાયાર્ડ મેનેજર સામે 91 લાખના ઉચાપતની ફરિયાદ - go down
છોટાઉદેપુર: નસવાડી તાલુકા સરકારી અનાજના ગોડાઉનનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ગોડાઉનના રીટાયાર્ડ મેનેજર સામે 91 લાખના ઉચાપતની ફરિયાદ નોંધાઇ છે. આ ગોડાઉન માંથી 42 રેશનીગ સંચાલકો, 246 મધ્યાન ભોજન કેન્દ્રો, 224 આંગણવાડી કેન્દ્રો પર અનાજને પહોંચાડવામાં આવતો હતો. હાલ આ સ્ટોક ઘટી ગયો છે, જેને લઇને પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
![ગોડાઉનના રીટાયાર્ડ મેનેજર સામે 91 લાખના ઉચાપતની ફરિયાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3825406-thumbnail-3x2-chota.jpg)
છોટાઉદેપુર અનાજના ગોડાઉનનું કૌભાંડ સામે આવ્યું હતું. આ ગોડાઉનનું સંચાલન કનુભાઈ વસાવા કરી રહ્યા હતાં. કનુભાઈ વસાવા તારીખ 30 જૂનના રોજ રિટાયર્ડ થતા જગદીશ શેઠને ગોડાઉન મેનેજર તરીકે નિમણૂંક કરવામાં આવી હતીં. 1 જુલાઈના રોજ જગદીશ શેઠને ચાર્જ મળતા તેઓએ ગોડાઉનમાં રહેલા જથ્થાને જોતા જ જગદીશ ભાઈને શંકા ઉપજી અને તેઓએ પુરવઠા વિભાગને જાણ કરતા તેના સ્ટોકની ગણતરી કરવામાં આવી હતી. આ ગણતરી કરતા જ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં ઘઉંની 2650 બોરી, અને ચોખાની 1627 બોરી ઓછી જણાઈ હતી જેની કિંમત 91,89,838 થાય છે.