છોટા ઉદેપુરઃ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી ચર્ચાસ્પદ (Chhotaudepur Gram Panchayat Election Result 2021) રહી હતી. આ વખતે મુંબઈથી ગ્લેમરની દુનિયા છોડીને આવેલી મોડલ અભિનેત્રી એશ્રા પટેલ પણ ચૂંટણીના મેદાને ઉતરી હતી. તેણે સંખેડા તાલુકાના કાવિઠા ગામમાં સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. જોકે, ચૂંટણીમાં તેની હાર થઈ (Defeat of model actress Eshra Patel for the post of Sarpanch) છે. કાવિઠા ગામમાં સરપંચની ચૂંટણીમાં 4 જેટલી મહિલાઓ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં મોડેલ અભિનેત્રી પણ સરપંચ પદમાં ઉમેદવારી નોંધાવતાં ખૂબ ચર્ચામાં રહી હતી. બીજી તરફ મતદાનના દિવસે મતદાન મથક પાસે હોબાળો (Fight at the polling station in Chhotaudepur) થતાં અભિનેત્રી સહિત 12 લોકો સામે એટ્રોસિટી એકટ હેઠળ સંખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, તેમની ધરપકડ કરવાની બાકી છે.
એશ્રા પટેલને ખૂબ જ ઓછા મત મળ્યા આ પણ વાંચો-Gujarat Gram Panchayat Election Results 2021: ભુજના મમુઆરા ગ્રામ પંચાયતનાં પરિણામમાં રસાકસી બાદ ગોકુલ જાટિયાએ મેદાન માર્યું
એશ્રા પટેલ સામે જ્યોતિ સોલંકીનો વિજય
ઉલ્લેખનીય છે કે, 19 ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીની મંગળવારે મત ગણતરી શરૂ થઈ હતી, જેમાં કાવિઠા ગ્રામ પંચાયતના પરિણામની (Kavitha Gram Panchayat Election Result 2021) કાગડોળે રાહ જોવાતી હતીસ, પરંતુ મોડી સાંજે કાવિઠા ગ્રામ પંચાયતની મતગણતરી (Kavitha Gram Panchayat Election Result 2021) શરૂ થઈ હતી, જેમાં સૌ પ્રથમ મોડેલ અભિનેત્રી એશ્રા પટેલના 3 સભ્યોમાં મહેશભાઈ જેસીગભાઈ રબારી, ક્રિષ્નાબેન દિનેશભાઈ રાઠવા, ગંગાબેન પરસોતમભાઈ સોલંકી વિજેતા થયા હતા. આથી મોડેલ અભિનેત્રી એશ્રા પટેલ વિજેતા થાય તેવી શક્યતા જણાય (Defeat of model actress Eshra Patel for the post of Sarpanch) રહી હતી, પરંતું અન્ય વોર્ડમાં એશ્રા પટેલનાં ઓછા મત નીકળતા હરીફ ઉમેદવાર જ્યોતિબેન મનોજભાઈ સોલંકી 129 મતોથી વિજેતા જાહેર થયાં હતાં. આથી તેમણે વિજય સરઘસ (Victory procession of the winning candidate in Kavitha village) કાઢ્યું હતું. આ સાથે જ એશ્રા પટેલનું સરપંચ બનવાનું સપનું આ વખતે તૂટી ગયું હતું.
એશ્રા પટેલ સામે જ્યોતિ સોલંકીનો વિજય આ પણ વાંચો-Gujarat Gram Panchayat election Result 2021: વાપી તાલુકાની છરવાડા ગ્રામ પંચાયતમાં સભ્યને માત્ર 1 જ મત મળ્યો
કાવિઠા ગામના વિજેતા ઉમેદવારને અપમાનજનક શબ્દો બોલ્યા હોવાનો એશ્રા પટેલ પર આક્ષેપ
મહત્ત્વનું છે કે, કાવિઠા ગ્રામ પંચાયતના વિજેતા ઉમેદવાર જ્યોતિકાબેન મનોજભાઈ સોલંકી ભાજપમાં મહીલા એસ. સી સેલનાં કાર્યકર્તા છે અને વિજેતા ઉમેદવારના પતિ ફરિયાદી મનોજભાઈ નાથાભાઈ સોલંકીએ સંખેડા પોલીસ સ્ટેશનમાં આપેલ ફરિયાદ મુજબ, શંકાસ્પદ વોટર આઈ.ડી. ધરાવતા મતદારને કેમ મતદાન કરવા દીધું નહીં તે મામલે સરપંચ પદના ઉમેદવાર એશ્રાબેન નરહરીભાઈ પટેલ, નરહરિભાઈ ભગવાનભાઈ પટેલ, રૂપેશભાઈ ગોવિંદભાઈ પટેલ, વિપુલભાઈ જશભાઈ પટેલ, સચિંનભાઈ અનિલભાઈ પટેલ, કૃષ્ણકાંતભાઈ લક્ષ્મણભાઈ પટેલ, મિનાક્ષીબેન નરહરિભાઈ પટેલ, શૈલેષભાઈ મોહનભાઈ પટેલ, મહેશભાઇ જેશિંગભાઈ રબારી, સુભાષભાઈ મોહનભાઈ પટેલ, સરદારસિંહ ફતેસિંહ સોલંકી, અને પ્રવિણસિંહ જયસિંહ સોલંકીએ (તમામ કાવિઠાના રહેવાસી) ગેરકાયદેસર મંડળી બનાવી એક સંપ થઈ ફરિયાદી પાસે આવી ગમે તેવી ગાળો બોલી જાતિવિષયક અપમાનજનક શબ્દો બોલી જોર જોરથી બૂમો પાડી હતી. આ સાથે જ મારી નાખવાની ધમકી આપી જાહેરમાં અપમાનજનક શબ્દો બોલી ગુનો કર્યો બાબતે સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Atrocity complaint against actress Ashra Patel) નોંધાઈ છે. તો સંખેડા ખાતે મત ગણતરીમાં એશ્રા પટેલના એજન્ટ આવ્યા હતા.