છોટાઉદેપુરઃ જિલ્લામાં આવેલી બાળ સુરક્ષાની કચેરીમાં ફરજ બજાવતા બલભદ્ર ગઢવીએ બાળ મજૂરી કરતા બે બાળકોને પકડ્યા હતા. આ કેસમાંથી બચવા કોન્ટ્રાક્ટર પાસે વીસ હજાર માગ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લાના બાળ સુરક્ષા અધિકારી લાંચ લેતા ઝડપાયા
છોટાઉદેપુર જિલ્લામાં આવેલી બાળ સુરક્ષાની કચેરીમાં ફરજ બજાવતા બલભદ્ર ગઢવીએ બાળ મજૂરી કરતા બે બાળ મજૂરોને પકડ્યા હતા. તેની અવેજીમાં કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા 20,000 માગ્યા હતા. કોન્ટ્રાક્ટર દ્વારા ફરિયાદ કરતા ACBએ છટકું ગોઠવી રૂપિયા 10,000 લીધા બાદ બાકીના 10,000 લેવા પોતાના ડ્રાઈવરને જિલ્લા સેવા સદન પાછળ ઉભો રાખ્યો હતો. જેને ACBએ ઝડપી પડ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના બાળ સુરક્ષા અધિકારી લાંચ લેતા ઝડપાયા
કોન્ટ્રાક્ટર દ્વારા ફરિયાદ કરતા ACBએ છટકું ગોઠવી દસ હજાર લીધા બાદ બાકીના દસ હજાર લેવા પોતાના ડ્રાઈવરને જિલ્લા સેવા સદન પાછળ ઉભો રાખ્યો હોઈ તેને આપવાનું જણાવતા ACBએ ઝડપી પડ્યો હતો. બાળ સુરક્ષા અધિકારી સાથે સુરક્ષા અધિકારી યતીન પટેલ પણ સામેલ હતો.
ACBએ ડ્રાઈવર કમલ રાઠવા સાથે ત્રણેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ACBએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Last Updated : Mar 13, 2020, 6:32 PM IST