છોટાઉદેપુરઃ જિલ્લામાં પ્રથમ કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ વ્યક્તિ 18થી 20 માર્ચ દરમિયાન દિલ્હી ખાતેના મરકજમાં સામેલ થયો હતો. આની સાથે બીજા બે વ્યક્તિઓએ પણ મરકજમાં ભાગ લીધો હતો. જેથી તંત્રએ ત્રણેેય લોકોને ક્વોરેન્ટાઇન કર્યા હતા.
છોટાઉદેપુરમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ, તંત્ર થયું દોડતું - કોરોના વાયરસની સારવાર
છોટાઉદેપુરમાં કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ સામે આવ્યો છે. જે વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, તે વ્યક્તિ દિલ્હી ખાતે મરકજમાં સામેલ થયો હતો.
છોટાઉદેપુર કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ, તંત્ર થયું દોડતું
છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાંથી 3 એપ્રિલના રોજ 8 લોકોના સેમ્પલ તપાસ અર્થે મોકલવામાં આવ્યાં હતા. જેમાં બોડેલી ગામના 60 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તંત્ર પણ હરકતમાં આવ્યું છે.