ગુજરાત

gujarat

ETV Bharat / state

કોઠાસૂઝ: સાત ધોરણ પાસ યુવકે બાઈકના એન્જિનમાંથી ટ્રેકટર બનાવ્યું, - Tractor made in Guda village

છોટા ઉદેપુરના એક ગામડામાં સાત ધોરણ અભ્યાસ કરેલા યુવાને મોટર સાઈકલનાં એન્જિનમાંથી ટ્રેક્ટર બનાવ્યું છે. આ યુવાન પાસે ટ્રેકટર (tractor made from bike engine) બનાવવા રુપિયા ન હતા. તો કાળી મજુરી કરીને રુપીયા ભેગા કરીને પોતાનું સ્વપન પુરુ કર્યું છે. ત્યારે શું છે સમગ્ર રસપ્રદ જાણો વિગતવાર કહાની. (tractor made from bike engine in Guda village)

કોઠાસૂઝ સુઝ અભ્યાસને ટક્કર મારે : કાળી મજુરી કરીને યુવકે બાઈકના એન્જિનમાંથી ટ્રેકટર બનાવ્યું
કોઠાસૂઝ સુઝ અભ્યાસને ટક્કર મારે : કાળી મજુરી કરીને યુવકે બાઈકના એન્જિનમાંથી ટ્રેકટર બનાવ્યું

By

Published : Dec 29, 2022, 7:20 PM IST

છોટા ઉદેપુર : આજના આધુનિક યુગમાં યુવાનો પોતાની બુદ્ધિ કૌશલ્યથી (tractor made from bike engine) અવનવું ઈનોવેટિવ સંશોધન કરતાં હોય છે, ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના ગુડા ગામના લવર મુછીયા યુવકે બાઈકના એન્જીનમાંથી અનોખું ટ્રેક્ટર બનાવી એક એન્જીનીયર જેવું કામ કરી બતાવ્યું છે. જિલ્લાના ગુડા ગામના નંદીશ નાયકા જેને લોકો નંદુના હુલામણા નામથી લોકો ઓળખે છે. નંદુ આમ તો બાળપણથી જ અવનવી વસ્તુઓ બનાવવાનો શોખ હતો. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે નંદુને 7 માં ધોરણમાંથી જ અભ્યાસ છોડવો પડ્યો હતો. પોતાના માતા પિતા સાથે કાઠિયાવાડ તરફ મજૂરી કરવા ગયો હતો. જ્યાં આ યુવકને અવનવા અનુભવના આધારે તે ટ્રક, ડમ્પર, જીપ જેવા રમકડા બનાવવાની શરૂઆત કરી હતી. (Chhota Udepur tractor made from bike engine)

શું છે સમગ્ર વાત નંદુ પોતાના ગામમાં ખેતી કરવા બળદ નહીં હોવાના કારણે પોતાની જૂની ભંગાર મોટર સાયકલના એન્જિનમાંથી ટ્રેક્ટર બનાવી ખેતી કરવાનો વિચાર આવતાં બે વર્ષની મહેનત અને 30 હજારના ખર્ચે મોટર સાયકલનાં એન્જિનમાંથી એક ટ્રેક્ટર બનાવ્યું છે. નંદુની ઉંમર 18 વર્ષની છે. નંદુના માં બાપ અરવલ્લી જિલ્લામાં ખેત મજૂરી અર્થે રહે છે, ત્યાં રહીને તેઓ ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. નંદુ પોતાના દાદા દાદી સાથે વતન ગુડા ગામમાં રહે છે. સાથે સાથે ખેતી અને પશુપાલન કરી દાદા દાદીની સાર સંભાળ રાખે છે. બે વર્ષ અગાઉ નંદુને ખેતીમાં ઉપયોગી થાય એવું ટ્રેક્ટર બનાવવાનો વિચાર આવ્યો પરંતુ ટ્રેક્ટર બનાવવા રૂપિયા જોઈએ તેથી નંદુ પોતાના મા બાપ જોડે મજૂરી કામે જતો રહ્યો. (tractor made from bike engine in Guda village)

આ પણ વાંચોહાલારનું હીર ચંદ્ર પરથી ઝળહળશે, હેનલ મોઢા ચંદ્ર પરના ખનીજ અંગે રીસર્ચ કરશે

રૂપિયા ભેગા કરવા તનતોડ મહેનત બે ત્રણ મહિના મજૂરી કરીને રૂપિયાની બચત કરી નંદુ વતન ગુડા ગામમાં આવ્યો. નંદુના ઘરે જૂની બાઇક પડી હતી. તેમાંથી એન્જિન કાઢીને રીપેરીંગ કરાવ્યું પછી નકામી પડેલી એંગ્લો, પાઇપમાંથી ટ્રેક્ટર બનાવ્યું, પરંતુ હજુ ઘણું બધું કામ બાકી પડતા ફરી રૂપિયાની જરૂર પડી નંદુએ ફરી અરવલ્લીનો રસ્તો પકડ્યો. માં બાપ જોડે મજૂરી કરી રૂપિયા ભેગા કરી વતન ભેગો થયો. અંદાજે 30 હજાર રૂપિયાજેટલા ખર્ચમાં નંદુએ ટ્રેક્ટર બનાવી દીધું હતું. ટ્રેક્ટરમાં તમામ પ્રકારની કામગીરી કરી ટ્રેક્ટરને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતું અને નંદુનું ટ્રેક્ટર ફરતું થઈ ગયું હતું, પરંતુ રિવર્સ ગેરના અભાવે ટ્રેક્ટરને ચાલવામાં સમસ્યા થતી હતી. (Tractor made Youth in Chhota Udepur)

આ પણ વાંચોબાયો વેપન શૂટ ભારતીય સેનાનું નવું સંશોધન, બાયોલોજિકલ યુદ્ધ સામે સૈનિકોની સુરક્ષા વધારતું ડીઆરડીઓ

કંઈક મોટું કરવાની ઈચ્છા રિવર્સ ગેરને લઈને નંદુએ પોતાની આગવી કોઠાસૂઝથી રિવર્સ ગેરબનાવ્યો (tractor made in india) હતો. દોઢથી બે વર્ષે ટ્રેક્ટર પૂર્ણ રૂપે તૈયાર થઈ ગયું હતું. નંદુ પોતાના આ ટ્રેક્ટરથી ખેતી કરી મકાઈ શાકભાજી સહિતનો પાક ઉગાડી ખેતી કરે છે. નંદુનું હજુ કંઈક મોટું કરવાની ઈચ્છા છે. નંદુ હવે ફોર બાય ફોર ટ્રેક્ટર બનાવી ખેતી કરવા માંગે છે. નાનકડા આદિવાસી યુવાને ટ્રેક્ટર બનાવતા ગામ સહિત પંથકમાં ખુશી જોવા મળી છે અને દૂરદૂરથી લોકો આ ટ્રેક્ટર ને જોવા આવે છે. (Tractor made in Guda village)

ABOUT THE AUTHOR

...view details