ગુજરાત

gujarat

ETV Bharat / state

બોગસ ડિગ્રી સર્ટિફિકેટ બનાવનારી ગેંગનો પોલીસે કર્યો પર્દાફાશ - Bogus Degree Certificate

છોટા ઉદેપુર SOG પોલીસે બોગસ દસ્તાવેજો (Bogus Degree Certificate) બનાવી નોકરી આપવાની લાલચ આપતા બે ઠગને ઝડપી પાડ્યા છે. આ આરોપી ધોરણ 10થી લઈને ડોક્ટર સુધીના દસ્તાવેજો બનાવી આપતો હતો. અન્ય રાજ્યની યુનિવર્સિટીના બોગસ ડિગ્રી સર્ટિફિકેટ બનાવી આપતો હતો. જે પોલીસને જાણ થતાં પોલીસે આ આરોપીના શટર પાડ્યા છે.

બોગસ ડિગ્રી સર્ટિફિકેટ બનાવનારી ગેંગનો પોલીસે કર્યો પર્દાફાશ
બોગસ ડિગ્રી સર્ટિફિકેટ બનાવનારી ગેંગનો પોલીસે કર્યો પર્દાફાશ

By

Published : Jun 10, 2022, 10:01 AM IST

છોટા ઉદેપુર : બોગસ દસ્તાવેજો બનાવી નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ કરતા બે આરોપીઓને SOG પોલીસે ઝડપી પાડ્યા છે. છોટા ઉદેપુર અને વડોદરાના બે ભેજાબાજો મળી BHMS ડોકટર, ANM/GNM નર્સિંગ, ધોરણ 10,12, બોર્ડ તેમજ ગુજરાત, દિલ્હી, સિક્કીમ, હરીયાણા, તમિલનાડુ રાજ્યની યુનિવર્સિટીના બોગસ ડીગ્રીના સર્ટિફિકેટ બનાવી આપતો હતો. ડીગ્રીના સર્ટિફિકેટ માટે લોકો પાસેથી મોટી રકમ પડાવતા હતા. અંતે આ છોટા ઉદેપુરના SOG પોલીસે (Chhota Udepur Bogus Degree Certificate) હાથે લાગ્યા છે.

બોગસ ડિગ્રી સર્ટિફિકેટ બનાવનારી ગેંગનો પોલીસે ઝાલ્યો કાઠલો

બાતમીના આરોપી પોલીસના પાસે - છોટાઉદેપુર SOG પોલીસને બાતમીના આધારે લાઇબ્રેરી રોડ પર નસાબંધી ઓફીસ સામે ઇનફોનસીકસ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સેન્ટર સંચાલક તાહેર અબ્બાસ વોરા કે જેઓ BHMS, નસીંગ, ધો. 10,12, તેમજ દિલ્હી, સિક્કીમ, હરિયાણા રાજ્યની યુનિવર્સિટીના બોગસ ડિગ્રી સર્ટિફિકેટ (Bogus Degree Certificate) બનાવી આપતા હોવાની હકીકત સામે આવી હતી. તેને લઈને SOG શાખાના પોલીસે દરોડા કરતા તાહેર અબ્બાસ વોરા હાજર મળી આવ્યો હતો. જે માહિતી સબંધે પુછપરછ કરતા પોતે કોઇ જ ફ્રોડ દસ્તાવેજ બનાવતા કે આપતા નહીં હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ, સરકાર માન્ય કમ્પ્યુટર ક્લાસ ચલાવતા હોવાની હકીકત જણાવી હતી. જેથી તેમની પાસે કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવવા માટેનું લાઇસન્સ માંગતા રજુ કર્યું ન હતું.

શું શું મળી આવ્યું - LCB પોલીસ દ્વારા ક્લાસિસમાં તપાસ કરાતા રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થાન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, APLL સર્ટિફિકેટ ઓફ ટ્રેનિંગ ઓફ દિલ્હી -92 (3) ઈન્સટ્રન ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટર લનીંગ ઇન મેનેજમેન્ટ યુનિવર્સિટી સિક્કીમ , પી.હાયર સેકેન્ડરી સ્કૂલ મદુરાઈ તમિલનાડુ , ગુજરાત નર્સીંગ કાઉન્સિલ અમદાવાદ, અખિલ ગુજરાત પેરા મેડિકલ કાઉન્સિલ વોકેશનલ ટ્રેનિંગ વડોદરા, સર્ટિફિકેટ ઓફ કોર્સ ઓન કોમ્પ્યુટર કોર્સ છોટાઉદેપુર, સર્ટીફિકેટ કોર્ષ ઓન કોમ્પ્યુટર કો સ્ટેપસ ડોએક સોસાયટી ન્યુ દિલ્હી, સુક્ષ્મ લઘુ એવમ મધ્યમ ઉધમ મંત્રાલય પ્રશિક્ષણ પ્રમાણપત્ર અમદાવાદ, મુક્ત વિદ્યાલય શિક્ષા પરિષદ હરીયાણાના સર્ટિફિકેટ મળી આવ્યા હતા. તેમજ કોઇપણ પ્રકારના સરકારના અધિકૃત લાઇસન્સ વગર ઇનફોનસીકસ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સેન્ટરના નામથી CCC તેમજ DTP, TYBA, DCA, PGDCA, તેમજ નસીંગ, કાઉન્સેલીંગના કોમ્પ્યુટર ક્લાસ ચલાવતો આરોપીના કોમ્પ્યુટરમાં તપાસ કરતા કયા કોર્સ (ડિગ્રી) માટે કેટલા રૂપિયા લેવાના તેમજ બોગસ ડોક્યુમેન્ટ (Chhota Udepur SOG Police) બનાવવા કયાં કયાં એડીટીંગ કરવા માટનો COREL DRAW 12 સોફ્ટવેર મળી આવ્યા હતા.

આ પણ વાંચો :અમદાવાદ સાયબર ક્રાઈમે બોગસ ડિગ્રીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું, સાયબર ક્રાઈમે પશ્ચિમ બંગાળથી કરી આરોપીની ધરપકડ

કમ્પ્યુટર, મોબાઈલ સહિત અન્ય વસ્તુઓ કબ્જે - લોકોને નોકરીએ લગાવી આપવા માટેના સર્ટિફિકેટના કેટલા રૂપિયા લેવાના તે અંગેના હિસાબના લીસ્ટ પણ કમ્પ્યુટરમાંથી મળી આવ્યું હતું. તો ઘણા લોકો પાસેથી રૂપિયા લીધેલા હોવાની હકીકત પણ મળી આવી હતી. તમામ ડોક્યુમેન્ટ, કમ્પ્યુટર પ્રિન્ટર તેમ જ અન્ય 8 જેટલી હાર્ડડીસ્ક મળી આવતા આરોપી તાહેર વોરાના મોબાઈલ ફોનમાં તપાસ કરતા ઘણા લોકોએ BHM ડોક્ટરની ડિગ્રી, ANM/GNMની નસીંગ ની ડિગ્રી મેળવતા લોકોએ વોટ્સએપ પર મેસેજ કોલ સામે આવ્યા હતા. તેને લઈને કુલ 39,900 નો મુદ્દામાલ (Crime Case in Chhota Udepur) કબ્જે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :Fake Doctors In Patan: પાટણમાંથી ડિગ્રી વગરના 2 તબીબોને SOG પોલીસે ઝડપ્યાં, 10 હજારનો મુદ્દામાલ જપ્ત

આરોપીએ આપ્યું નિવેદન - આરોપી તાહેર વોરાને પુછપરછ કરતાં અજીત મધુકર સોનવણે(રહેવાસી વડોદરા), રાજેશ પટેલીયા(રહેવાસી દોળી લીંબળી સંતરામપુર), દીનેશ નાયકા(રહેવાસી રીસવેલ), મીઠીબોર છોટાઉદેપુર સાથે મળીને આ તમામ પ્રકારની ગતિ વિધિ ચલાવતો હોવાનું જણાવ્યું હતું. આરોપી તાહેર વોરાએ લોકોને વિશ્વાસમાં લઇ છોકરાઓને નોકરીએ લગાવી આપવા માટેના ભાવ લખેલા પણ લખેલા હતા. મળતી માહિતી મુજબ અમુક લોકો પાસેથી રૂપિયા લઇને રાજેશ પટેલીયા, દિનેશ નાયકા છોટા ઉદપરના શખ્સોએ ગૂગલ પેથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા છે. પણ હજુ સુધી નોકરી લગાવવા માટે કોઇ જ સેટિંગ કર્યું નથી. તપાસ દરમિયાન ઘણા (Doctor Bogus Degree Certificate) વ્યક્તિઓ પાસેથી 11,42,000 લીધા હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેને લઈને છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત છોટા ઉદપરના પોલીસની અન્ય તપાસમાં પણ હજુ ઘણા ભેદ ખુલી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details