11 માર્ચે ગુજરાત આવી શકે ન્યાય યાત્રા છોટાઉદેપુર : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 14 જાન્યુઆરીના રોજ મણિપુરના ઇન્ફાલથી 6200 કિલોમીટર લાંબી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે. આ ન્યાય યાત્રા દેશના જુદા જુદા 15 રાજ્યોમાંથી પસાર થવાની છે. ગુજરાતની વાત કરીએ તો તે રાજસ્થાનના બાંસવાડાથી 11 માર્ચના રોજ ગુજરાતમાં દાહોદથી પ્રવેશ કરશે.
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દાહોદના લીમખેડાથી ગોધરા હાલોલ, જાંબુઘોડા, બોડેલી, નસવાડીથી નર્મદા જિલ્લામાંથી પસાર થઈ, નેત્રંગ માંડવી ડાંગના વધાઈ થઈને મહારાષ્ટ્ર તરફ આગળ નીકળશે અને 20 માર્ચના રોજ ભારત જોડો ન્યાય યાત્રા મુંબઇમાં પૂર્ણ થશે. આ ભારત જોડો ન્યાય યાત્રામાં મહત્વની લોકસભા બેઠક દીઠ એક સવારે અને એક સાંજે એમ બે સભાઓનું પણ આયોજન કરવામાં આવશે...નારણ રાઠવા (રાજ્યસભા સાંસદ )
ભાજપ સરકારની ટીકા :રાજ્યસભા સાંસદ નારણ રાઠવાએ વધુમાં જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં અને કેન્દ્રમાં ડબલ એન્જિનની સરકાર હોવા છતાં દેશના યુવાનોને ધંધો રોજગાર કે નોકરી નહીં મળતાં બેરોજગારીનો સામનો કરવો પડે છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓ મોંઘી થતાં ગરીબ વર્ગની કમર તૂટી ગઈ છે અને મોંઘવારીએ માઝા મૂકી છે.
જિલ્લાની સમસ્યાઓ ઉજાગર કરાશે : હાલ છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 56 પર ભારજ નદી પરનો પુલ છેલ્લાં 4 મહિનાથી ડેમેજ થયો છે. જયારે ચિસાડીયા ગામના પુલની એન્ગ્લો બહાર નીકળી ગઈ છે તેને રીપેરીંગ પણ કરવામાં આવતું નથી. બોડેલી અને પલાસવાડાનો રેલ્વે ઓવર બ્રિજ નહીં બનતાં ટ્રાફિક જામની સમસ્યા ઉભી થાય છે. જેની અમે અનેક રજૂઆત કરી છે. આ બધા વણઉકેલ્યા પ્રશ્નો અંગે રાહુલ ગાંધી મુલાકાત લેવાના છે. તેમજ ખેડૂતોને તેમના પાકોના પોષણક્ષમ ભાવો પણ મળતાં નથી. આ બધા પ્રશ્નો આ ભારત જોડો ન્યાય યાત્રામાં સાંકળી લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
- Jamnagar News : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અંગે વિક્રમ માડમે આપી માહિતી
- Bharat Jodo Nyay Yatra: રાહુલ ગાંધીએ શરૂ કરી 'ભારત જોડો ન્યાય યાત્રા', કહ્યું- મણિપુરમાં ગવર્નન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિષ્ફળ