છોટાઉદેપુરના મૂળધર ગામે બે વર્ષના માસુમ બાળકનો દીપડાએ લીધો ભોગ છોટાઉદેપુર :બોડેલી તાલુકાના મૂળધર ગામે બે વર્ષના માસુમ બાળકને વન્યપ્રાણી દીપડાએ ગરદનના ભાવેથી લોખંડી પકડમાં ખેંચી ગયો હતો. દીપડો એક કિલોમીટર દૂર બાળકને લોહી લુહાણ અવસ્થામાં મૂકીને ભાગી ગયો હતો. પરિવારજનો બાળક મળતા ગળાના ભાગે દીપડાના અણીદાર દાંતના નિશાન જોવા મળ્યા હતા અને બાળકને મૃત્યુ નીપજ્યું હતું. વન વિભાગની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દીપડાને કેદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
શું હતો સમગ્ર બનાવ : મળતી માહિતી મુજબ બોડેલી પાસે આવેલા મુળધર ગામના અલ્પેશ બારીયાની પત્નિ પોતાના સાહિલ નામના બે વર્ષના બાળક અને મોટો 10 વર્ષીય આશિષને લઈને ખેતર કામ અર્થે ગઈ હતા. માતા પોતાના બે વર્ષના માસુમ બાળકને મોટા દિકરા આશિષના ખોળામાં રમાડવાનું કહી નજીક કામ કરી રહ્યા હતા. એ અરસા દરમિયાન નજીક આવેલા મકાઈના ખેતરમાંથી દીપડો દબાયેલા પગે આવી પહોંચી મોટા દીકરાના ખોળામાં રમી રહેલા સાહિલને ગળાના ભાગે જડબામાં પકડી ભાગી છૂટયો હતો.
આ પણ વાંચો :Bangalore university alert students:ચિત્તા જોયા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપી ચેતવણી
માનવભક્ષી દીપડાને લઈને કાર્યવાહી : બનાવ બનતાં જ બુમાબૂમ થતાં ગામ લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. દીપડાની તપાસ કરતાં એક કિલોમીટર દૂર બે વર્ષીય સાહિલનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગેની જાણ બોડેલી વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ ગામમાં દીપડોએ માસુમ બે વર્ષના બાળક શિકાર કરતા વિસ્તારમાં શોકનો માહોલ છવાયેલો છે. તેમજ દીપડાને પાંજરે પુરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, ત્યારે છેલ્લા બે વર્ષથી દીપડાના મનાવ પર હુમલા વધી જતાં માનવભક્ષી દીપડાને પાંજરે પૂરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
આ પણ વાંચો :નવસારીના બોદાલી ગામમાં લટાર મારતો દીપડો પુરાયો પાંજરે
પરિવારજનોએ શું કહ્યું : ભોગ બનનાર બાળકના દાદાએ જણાવ્યું કે દીપડાવે મારા મોટા પુત્ર આશિષ છે એની ઉંમર 10 વર્ષ છે તેના ખોળામાંથી તેના ભાઈ સાહિલને જડવા તડે દબાવી ઉચકી ગયો હતો અમારી નજરોની સામે બનેલી આ ઘટના અમે ખૂબ જ આઘાત પામેલા છે આવી ઘટના બીજા કોઈ પરિવાર સાથે ન બને કોઈ બીજું માસુમ દીપડાનો શિકાર ના બને એ માટે દીપડાને ઝડપી લેવા અમારી માંગણી છે.