છોટા ઉદેપુર: મંગળવારે ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલશાણીયા, પ્રદેશ મહામંત્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ તેમજ આદિજાતિ પ્રધાન ગણપતસિંહ વસાવા અને સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભેસિહ તડવી, જિલ્લા ભાજપ પ્રમુખ જસુભાઇ રાઠવા, જિલ્લા મહામંત્રી મુકેશભાઈ, વીરેન્દ્ર સિંહ પરમારની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી છોડી જિલ્લા પંચાયત સભ્ય બીલસીંગભાઇ રાઠવાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ બીલસિંગ રાઠવા ભાજપમાં જોડાયા - News of Chhota udepur district
છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને પીઢ નેતા બીલસિંગ રાઠવાએ ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી સહિત મહાનુભાવોની હાજરીમાં કોંગ્રેસ પાર્ટી છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ બીલસિંગભાઈ રાઠવા ભાજપમાં જોડાયા
1995થી જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને આવતા બીલસિંગભાઈ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. અઢી વર્ષ પહેલા જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી વખતે પણ બીલસિંગભાઈ ભાજપમાં જોડાય તેવી વાતો વહેતી થઈ હતી.
હવે જ્યારે જિલ્લા પંચાયતની ટર્મ પૂરી થવા જઈ રહી છે ત્યારે આવનારી ચૂંટણીની તૈયારીમાં તેઓ છોટાઉદેપુર જિલ્લા ભાજપ સાથે જોતરાઈ ગયા હોવાનું દેખાઈ રહ્યું છે. હવે આગામી સમયમાં અન્ય કોણ-કોણ ભાજપમાં જોડાય છે તે જોવાનું રહ્યું.