છોટા ઉદેપુરઃ જિલ્લાના છોટા ઉદેપુરમાં તાલુકા પ્રમાણે 8 દિવસ પહેલાથી જ્યાં જ્યાં હાટ ભરાતો હોય છે, ત્યાં ભાગોરીયાનો મેળો ભરાય છે. હાટમાં ખરીદી કર્યા બાદ ભાગોરીયામાં આદિવાસી મહિલાઓ અને પુરુષો પોતાના આદિવાસી પહેરવેશમાં ઢોલ, નગારા, પાવા વગાડતા વગાડતા આદિવાસી નૃત્ય કરે છે.
ડિસ્કવર ઇન્ડિયાઃ છોટા ઉદેપુરમાં હોળીના દિવસોમાં યોજાય છે ભાગોરીયાના મેળો - fear
છોટાઉદેપુર જિલ્લો સરકાર દ્વારા આદિવાસી જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 80 ટકા આદિવાસી લોકો વસે છે અને તેઓ પ્રકૃતિને માં માને છે. છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓને જિલ્લામાં રોજગારી ન મળતા તેઓ રોજી રોટી માટે કાઠિયાવાડ, મુંબઈ, અંકેશ્વર તેમજ અનેક જગ્યાઓ પર જાય છે અને પોતાનું જીવન ગુજારે છે. આદિવાસીઓ દિવાળીના તહેવાર તો ગમે ત્યાં મનાવી લેતા હોય છે, પણ હોળીનો તેહવાર માણવા માટે પોતાના વતન એવા છોટાઉદેપુર જિલ્લામાં પરત ફરે છે.
ડિસ્કવર ઇન્ડિયાઃ છોટાઉદેપુરમાં હોળીના આઠ દિવસ પહેલા જ ઉજવાયો ભાગોરીયાનો મેળો
છોટા ઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુરમાં શનિવારના રોજ ભગુરીયાનો મેળો ભરાયો હતો. જેમાં છોટા ઉદેપુરની આસપાસના ગામોમાંથી 10,000 જેટલા આદિવાસીઓ મેળાની મજા માણવા માટે ઉમટી પડ્યા હતા. આ મેળા દરમ્યાન આદિવાસીઓ શેરડી, કેળા આરોગતા હોવાથી તેની દુકાનો પણ લાગી હતી. આદિવાસીઓએ છોટાઉદેપુરના બજારમાં અને એસ.પી.ઓફિસ સામે મન મૂકીને નાચતા જોવા મળ્યાં હતાં અને ભાગોરીયાની મજા માણી હતી. હોળી નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં વેકેશન જેવો માહોલ થઈ જાય છે.