ગુજરાત

gujarat

ETV Bharat / state

છોટાઉદેપુરમાં નગરપાલિકાના સભ્યની પેટાચૂંટણી યોજાઈ - નગરપાલિકાની ચૂંટણી

છોટાઉદેપુર: શહેરમાં મંગળવારે  નગરપાલિકાની પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં, કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. કોંગ્રેસે પોતાના તરફથી સંગ્રામસિંહ રાઠવાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે, ભાજપે ગણપત રાઠવા પર દાવ લગાવ્યો હતો.

નગર પાલિકાના સભ્યની પેટા ચૂંટણી

By

Published : Oct 23, 2019, 7:38 AM IST

મંગળવારે છોટાઉદેપુર ખાતે નગરપાલિકાની સભ્ય માટેની પેટાચૂંટણીનું યોજાઈ હતું. લોકો સવારથી જ મત આપવા માટે લોકો મતદાન મથકે ઉમટ્યાં હતા. ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સંગ્રામસિંહ રાઠવા અને ભાજપના ગણપતભાઈ રાઠવા વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. દિવસ દરમિયાન 67.33 ટકા મતદાન થયું હતું. બન્ને ઉમેદવારોએ પોતાની જીતનો દાવો કરી રહ્યાં છે.

છોટાઉદેપુરમાં નગરપાલિકાના સભ્યની પેટા ચૂંટણી યોજાઈ

ઉલ્લેખનીય છે કે, સંગ્રામસિંહ રાઠવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે, તથા રાજ્ય સભાના સાંસદ નારાયણ રાઠવાના પુત્ર છે. ચૂંટણીમાં નારાયણ રાઠવા પોતાના પુત્રને જીતાડવા માટે મહેનત કરી હતી. નગરપાલિકાના સભ્ય માટેની ચૂંટણીમાં 67.33 ટકા મતદાન થયું હતું. જેનું 24 ઓકટોબરે પરિણામ જાહેર થશે.

ABOUT THE AUTHOR

...view details