ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીની અધ્યક્ષતામાં અહીં તેમને ધ્વજવંદન કરી જાહેર જનતાને સંબોધન કર્યું હતું. અહીં આ કાર્યક્રમમાં અનેક શાનદાર રજૂઆતો કરવામાં આવી હતી. વિવિધ રંગારંગ કાર્યક્રમો સાથે આ પર્વની ઉજવણી થઈ હતી.
છોટાઉદેપુરમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી - ગુજરાતના મુખ્યપ્રધાન
છોટાઉદેપુર: સમગ્ર દેશમાં આજે 73માં સ્વાતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ રાજ્યકક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી આદિવાસીની વિશાળ વસ્તી ધરાવતા જિલ્લા છોટાઉદેપુરમાં કરવામાં આવી હતી. અહીં આ ઉજવણીમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીની અધ્યક્ષતામાં સ્વાતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
twitter
મુખ્યપ્રધાન વિજય રુપાણીએ અહીં હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા કાશ્મીર માટેના ઐતિહાસિક નિર્ણય બદલ વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ખૂબ ખૂબ શુભકામના આપી હતી, તથા તેમના આ કાર્યને તેમણે સ્વરાજ સાથે સરખાવ્યું હતું.
વધુમાં મુખ્યપ્રધાને દેશના ઈતિહાસમાં જે પણ નેતાઓ અને સ્વાતંત્ર સેનાનીઓ થયાં એ તમામને યાદ કરી આજના દિવસે સ્મરણ કરી વંદન કર્યું હતું. દેશ માટે પોતાના જીવ આપી દેનારા તમામ શહીદોને યાદ કરી મુખ્યપ્રધાને આ કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ આપી હતી.