પુનીયાવાંટ ગામમાં વર્ષોથી ચાલી આવતી આદિવાસી સમાજની પરંપરા આજે પણ અકબંધ છોટા ઉદેપુર: આદિવાસી બાહુલ્ય ધરાવતાં છોટા ઉદેપુર જિલ્લામાં વસતાં આદિવાસીઓની વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર ગામની સીમમાં બિરાજમાન આદિવાસી દેવી-દેવતાના ઘોડા તેમજ લાકડામાંથી ઘડવામાં આવેલા દેવ પ્રતીકો જૂના થઈ જાય તો, જૂના દેવ પ્રતીકો દૂર કરી વિધિવત રીતે ગામ લોકો ભેગા મળીને દેવોના નવા ઘોડા અને દેવ પ્રતીકો બદલે છે, દેવ પ્રતીકો અને ઘોડા બદલવાની આ પરંપરાને દેવોની પેઢી કહેવામાં આવે છે.
દેવોની પેઢી બદલવાની પરંપરા આદિવાસી સમાજની અનોખી પરંપરા: પુનીયાવાંટ ગામમાં ઉજવાઈ રહેલ દેવોની પેઢી ઉજવણી પહેલાં ગામ સ્વચ્છ કરવાની વિધી યોજવામાં આવતી હોય છે, જેને આદિવાસી ભાષામાં કાહટી તરીકે ઓળખવામાં આવે છે. જિલ્લાના આદિવાસીઓ પ્રકૃતિ પુજામાં માને છે, જેથી ગામમાં માનવ સમુદાય સહિત ઢોર-ઢાંખર સૌ કોઈ સ્વસ્થ રહે, ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અને સૌની તંદુરસ્તી જળવાઈ રહે તેવી માન્યતા સાથે આસ્થાભેર આખા ગામના લોકો માત્ર બાફેલું જમવાનું, જમીન પર પથારી કરી સૂવાનું તેમજ વ્રત પાળવું જેવી આદિવાસી સમાજની પરંપરાનું પાલન કરશે.
આદિવાસી સમુદાયની વર્ષો જુની પરંપરા આજે પણ અકબંધ વર્ષોથી ચાલી આવતી પરંપરા: આદિવાસી રીત રિવાજ પ્રમાણે પુનીયાવાંટ ગામમાં ૧૦૦ વર્ષ અગાઉ કરુડીયા ઇન્દની ઉજવણી કરી દેવોની પેઢી નાખવામાં આવી હતી, અને બે મહિના પૂર્વે ગામના આગેવાનો ભેગા મળીને સીમમાં બિરાજમાન દેવી દેવતાઓના દેવ સ્થાનોની પેઢી બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ભાગરુપે રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાના ગામમાં આગામી ૨૭મી ડીસેમ્બર, બુધવારના રોજ વર્ષો જૂની આ પરંપરા મુજબ કરુંડીયા ઇન્દની ઉજવણી સાથે ઇન્દ માંડવામાં આવનાર છે. જેમાં આજુબાજુના ૨૦ થી ૨૫ ગામના લોકો હજારોની સંખ્યામાં વાદ્ય સંગીતના સાધનો અને પારંપરિક નાચગાન સાથે સહભાગી થશે. ગામની સીમમાં આવેલ ૨૦ જેટલાં દેવી દેવતાઓના દેવ સ્થાનોની વિધિ-વિધાન સાથે પેઢી બદલવા માટેની વિધિમાં જોડાયા છે.
100 વર્ષ બાદ ગામમાં દેવોની પેઢી બદલવાની ઉજવણી 100 વર્ષ બાદ ગામમાં 'દેવોની પેઢી': ૧૦૦ વર્ષ બાદ પુનીયાવાંટ ગામમાં ઉજવાઈ રહેલ દેવોની પેઢી ઉજવણી પહેલાં ગામ સ્વચ્છ કરવાની વિધી યોજવામાં આવતી હોય છે, જેને આદિવાસી ભાષામાં કાહટી તરીકે ઓળખવામાં આવે છે. જિલ્લાના આદિવાસીઓ પ્રકૃતિ પુજામાં માને છે, જેથી ગામમાં માનવ સમુદાય સહિત ઢોર-ઢાંખર સૌ કોઈ સ્વસ્થ રહે, ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અને સૌની તંદુરસ્તી જળવાઈ રહે તેવી માન્યતા સાથે આસ્થાભેર આખા ગામના લોકો માત્ર બાફેલું જમવાનું, જમીન પર પથારી કરી સૂવાનું તેમજ વ્રત પાળવું જેવી આદિવાસી સમાજની પરંપરાનું પાલન કરશે.
આદિવાસી સમુદાયની વર્ષો જુની પરંપરા આજે પણ અકબંધ પુનીયાવાંટ ગામમાં આ અગાઉ ૧૦૦ વર્ષ પૂર્વે દેવોની પેઢી બદલવામાં આવી હતી, ત્યાર બાદ આ વર્ષે ગામનાં લોકો ભેગા મળી દેવોની પેઢી બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો, ગામનાં ૪૦૦ પરિવારોમાં પ્રત્યેક પરિવાર દીઠ ૨૫૦૦ રૂપિયાનો ફંડ ફાળો એકત્રિત કરતા ૧૦ લાખ રૂપિયાના ખર્ચે દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવવાના કામમાં છેલ્લાં ૧ મહિનાથી આગેવાનો લાગ્યાં છે, અને હાલ કરુંડીયા ઇન્દની ઉજવણી પ્રસંગે બળવા દ્વારા આઠ દિવસથી ઘ્યાન રૂપી કથા કરી પુજા વિધી કરી નવમા દિવસે ૨૭ ડિસેમ્બર બુધવારે અખાડો માંડવામાં આવશે. હાલ સાગના લાકડામાંથી ગામમાં બિરાજમાન તમામ દેવી દેવતાના દેવ પ્રતીકો (જેને આદિવાસી ભાષામાં દેવ પ્રતીકો ખૂંટડા કહે છે) ઘડવાની અને રંગ રોગાન કરી દેવોના પ્રતીકો બદલવાની કામગીરી કરવામાં આવી રહી છે.- રાજુભાઈ રાઠવા, સરપંચ, ગ્રામ પંચાયત, પુનીયાવાંટ
અમારા પુનીયાવાંટ ગામમાં ૧૦૦ વર્ષ બાદ દેવોની પેઢી બદલવાનો અવસર આવ્યો છે, એટલે ગામની મહિલાઓમાં પણ અનેરો ઉત્સાહ છે. અમારા ગામની મોટા ભાગની મહિલાઓ એક જ પ્રકારના વસ્ત્રોની થીમ નક્કી કરે છે, અને હાલ દેવોની પેઢી બદલવાની પરંપરા ઉજવાઈ રહી છે, જે ઉત્સવને ઉજવવા અમે બધી મહિલાઓ અમારા પરંપરાગત વસ્ત્રો ધારણ કરી અમારી પરંપરા જળવાઈ રહે તે દિશામાં અમે કામે લાગ્યા છીએ, ગામની સીમમા બિરાજમાન તમામ આદિવાસીઓના દેવી દેવતાના ઘોડાને ગણીને મધ્યપ્રદેશના કઠિવાડા ગામે કુંભારને પાકી માટીના ઘોડા ઘડવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, અને ત્યાંથી વાજતે-ગાજતે સામૈયાના રૂપમાં દેવોને લાવવામાં આવ્યા છે. - જ્યોતિ નાયક, પૂર્વ ઉપસરપંચ
'અમારાં પુનીયાવાંટ ગામમાં બીજી ડીસેમ્બરના રોજ ગામનો ઉતારો કાઢી ગામ સ્વચ્છ કરવાની વિધી કરવામાં આવી હતી, જેમાં રાત્રીના સમયે જૂના સૂપડાં, સાવરણી, હાંડલા અને એક લાંબા લાકડામાં પરોવીને ગામની સીમની બહાર મૂકી આવવામાં આવે છે અને ગામ સ્વચ્છ કરવાની આ વિધિને કાહટી કાઢી તેમ કહેવામાં આવે છે. - હરેશ રાઠવા, સ્થાનિક
- અહીંના લોકો દેવ દિવાળીથી લઈને હોળી સુધી મનાવે છે તહેવાર, આદીવાસી સમાજની અનોખી પરંપરા
- વિદેશમાં ઉંચા પગારની નોકરી છોડીને યુગલ સરગવાના પાનમાંથી પાવડર બનાવી લોકોને આપી રહ્યા છે નવ જીવન