- 24 લાખનો 240 કીલો ગાંજો SOG પોલિસે ઝડપી પાડ્યો
- ફરાર આરોપીની શોધખોળ હાથ ધરાઇ
- SOG પોલીસે અચાનક છાપો માર્યો
છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના મધ્ય પ્રદેશની સરહદી વિસ્તારના જંગલ અને ડુંગર વિસ્તારો નશાનો કારોબાર કરતા કેટલાક લોકો ગાંજાની ખેતી(Cannabis cultivation) કરતા હોવાની બાતમી SOG પોલીસ(SOG Police)ને મળી હતી. કવાંટ તાલુકાનાં ઉમઠી ગામે SOG પોલીસે અચાનક છાપો માર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, સિલદાર રાઠવા અને તામાં રાઠવા પોતાના ખેતરમાં ગાંજાની ખેતી કરે છે. SOG પોલીસ ઇન્સ્પેકટર જે.પી. મેવાડા સહિતની ટીમ ખેતર માંથી ગાંજાના 127 છોડ જેનું વજન 240 કિલો(240 kg of cannabis) અને જેની કુલ કિંમત 24 લાખ છે.
ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી