ગુજરાત

gujarat

ETV Bharat / state

કેળાની આડમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સને બોડેલી પોલીસે ઝડપ્યા - Bodeli

છોટાઉદેપુર જિલ્લામાં બૂટલેગરો પણ હવે નવી-નવી મોડેસ ઓપરેન્ડીથી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના વણઘા ગામમાંથી કેળાની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અનોખી મોડેસ ઓપરેન્ડી સાથે વિદેશી દારૂની હેરાફેરી કરતાં ત્રણ શખ્સને ઝડપી પાડવામાં આવ્યાં છે.

દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સ ઝડપાયા
દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સ ઝડપાયા

By

Published : Sep 27, 2021, 4:28 PM IST

  • વિદેશી દારૂ બોડેલીના વણઘાથી સુરેન્દ્રનગર તરફ લઇ જવાતો હતો
  • વિદેશી દારૂની હેરાફેરી કરતાં ત્રણ શખ્સને ઝડપી પડાયા
  • ટેમ્પામાં કેળાની આડમાં દારૂ લઈ જવાતો હતો

છોટાઉદેપુર: બોડેલી તાલુકાના વણઘા ગામ પાસે બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં અનોખી મોડેસ ઓપરેન્ડી સાથે વિદેશી દારૂની હેરાફેરી કરતાં ત્રણ શખ્સને ઝડપી પાડવામાં આવ્યાં છે. બોડેલી વિસ્તારમાંથી ટેમ્પામાં કેળાની આડમાં દારૂ લઈ જવાતો હતો. વિદેશી દારૂ બોડેલીના વણઘાથી સુરેન્દ્રનગર તરફ લઇ જવાતો હતો. જેને કાચા કેળાની આડમાં સંતાડીને લઇ જવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે.

દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સ ઝડપાયા

પોલીસને બાતમી મળતા તપાસ શરૂ કરી હતી

બોડેલી પોલીસે ત્રણ શખ્સની અટકાયત કરી 2.29 લાખનો વિદેશી દારૂ, ટેમ્પો, કેળાં સહિત 6.52 લાખના મુદ્દામાલને કબ્જે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુરમાં બૂટલેગરો પણ હવે નવી-નવી મોડેસ ઓપરેન્ડીથી દારૂની હેરાફેરી કરી રહ્યા છે, ત્યારે પોલીસને બાતમી મળતા બૂટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો-ખોલવડ ખાતે પોલીસે કરોડોના દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કર્યો

આ પણ વાંચો-વલભીપૂરમાં મિત્રો સાથે દારૂ પીવા ગયેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો

ABOUT THE AUTHOR

...view details