ગુજરાત

gujarat

ETV Bharat / state

જન્મજાત અંધ 16 વર્ષની મધી રાઠવા ભાલાફેંકમાં નેશનલ ચેમ્પિયન બની - ભાલાફેંકમાં નેશનલ ચેમ્પિયન બની

આદિવાસી અને પછાત ગણાતા વિસ્તારમાં જન્મજાત અંધ મધી રાઠવા (blind 16 year old Madhi Rathwa) ભાલાફેંકમાં નેશનલ ચેમ્પિયન બની (Madhi Rathwa became the national champion javelin) છે. ગરીબ પરિવારની મધી રાઠવા વડોદરામાં અંધ કન્યા શાળા હોસ્ટેલમાં રહીને ધોરણ આઠમાં અભ્યાસ કરે (madhi Rathwa studying in blind school hostel) છે.

Madhi Rathwa became the national champion javelin
Madhi Rathwa became the national champion javelin

By

Published : Dec 23, 2022, 5:12 PM IST

મધી રાઠવા ભાલાફેંકમાં નેશનલ ચેમ્પિયન બની

વડોદરા:આદિવાસી પછાત વિસ્તાર છોટાઉદેપુર જિલ્લાના ઓડ ગામની (Oad village of tribal area chhotaudepur) જન્મજાત અંધ યુવતી મધી રાઠવા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલાફેંક સ્પર્ધામાં (Javelin competition at the National Athletics Championship) ગોલ્ડ મેડલ જીતીને નેશનલ ચેમ્પિયન બની (madhi Rathwa get gold medal in competition) છે. ગરીબ પરિવારની મધી રાઠવા વડોદરામાં અંધ કન્યા શાળા હોસ્ટેલમાં રહીને ધોરણ આઠમાં અભ્યાસ કરે (madhi Rathwa studying in blind school hostel) છે.

આ પણ વાંચોNational Farmers Day 2022 બમણી આવકની વાત કરતી સરકારના રાજમાં જ ખેડૂતો થયા દેવાદાર

ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ:આદિવાસી પછાત વિસ્તાર છોટાઉદેપુર જિલ્લાના ઓડ ગામની જન્મજાત અંધ યુવતી મધી રાઠવા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલાફેક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને નેશનલ ચેમ્પિયન બની છે. મહત્વની વાત એ છે કે મધી રાઠવા પ્રથમ વખત જ ભાલાફેક સ્પર્ધામાં ભાગ લીધો છે અને શહેર કક્ષાએથી લઈને રાજ્યકક્ષા સુધીના સ્પર્ધકોને હરાવીને નેશનલ સુધી પહોંચી હતી. તાજેતરમાં દિલ્હીના થયાગરાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઇન્ડમાં મધી રાઠવાએ દેશભરમાંથી આવેલી અન્ય 25 સ્પર્ધકોને હરાવીને ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. એટલું જ નહીં મધી રાઠવાએ લોન્ગ જમ્પમાં પણ ભાગ લીધો હતો અને તેમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

આ પણ વાંચોદ્વારકામાં 'દેવભૂમિ કોરિડોર' હેઠળ ભગવાન કૃષ્ણની સૌથી ઊંચી પ્રતિમા બનશે

અનેક મુશ્કેલીઓ છતાં સફળતા: નાનપણમાં જ મા છોડીને જતી રહી હોવાથી મધી રાઠવા પિતા અને દાદી સાથે જ રહે છે. મધીના પિતા ખેતી કામ કરે છે. મધી વડોદરામાં અંધ કન્યા શાળા હોસ્ટેલમાં રહીને ધોરણ આઠમાં અભ્યાસ કરે છે.

ABOUT THE AUTHOR

...view details