છોટા ઉદેપુર: જિલ્લાના પાવી જેતપુર તાલુકાનાં આંબાખૂંટ ગામનો 25 વર્ષીય ધર્મેશ મંગુ રાઠવા નામનો યુવાન શનિવારની સાંજના સમયે પોતાના ખેતરથી ઘર તરફ પરત ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં અચાનક રીંછે યુવક પર હુમલો કર્યો (Bear attact on Man) હતો. આ હુમલામાં યુવકના મોઢાનાં ભાગ પર ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. યુવક પર હુમલો કરીને રીંછ ત્યાંથી નાસી છૂટ્યું હતું.
ઘટના વિશે જાણ થતા વન વિભાગની ટીમ હરકતમાં આવી
રીંછના હુમલા બાદ યુવક બૂમાબૂમ કરતા ગામના લોકો ઘટનાં સ્થળે દોડી આવ્યાં હતા. આ બાદ તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે યુવકના નજીકના કદવાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (Primary Health Center) ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર બનતા વડોદરાની SSG હોસ્પિટલ (Vadodara SSG Hospital) ખાતે ખસેડવામાં આવ્યો છે.
શિકાર બનેલો યુવાન SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ