છાટોઉદેપુર: મોડેલ અભિનેત્રી એશ્રા પટેલની એટ્રોસિટી (Atrocity case against Aeshra Patel) એક્ટ હેઠળ સંખેડા પોલીસે અટકાયત કરી છે. અગાઉના એટ્રોસિટી (Atrocity cases in gujarat)ના ગુનામાં ગુજરાત હાઈકોર્ટના સ્ટેને લઈને તપાસ ઉપર રોક લગાવવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગ્રામ પંચાયત (kavitha gram panchayat)માં 2 દિવસ અગાઉ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
એશ્રા પટેલ સામે જાતિવાચક અપશબ્દો બોલી સાડી ખેંચ્યાનો આરોપ. ગ્રામસભામાં થયો ઝઘડો- આ ગ્રામસભામાં મહિલા સરપંચના પતિ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ (birth anniversary of babasaheb ambedkar)ની ઊજવણી કરવાનું સૂચન મૂકવામાં આવ્યું હતું. જે અંગે મોડલ એશ્રા પટેલે "ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ગઈ, હવે જે મહાપુરૂષની જન્મ જયંતિ આવે છે તે રાખો" એમ કહેતા ગ્રામસભા (Kavitha Gram Sabha)માં માહોલ ગરમાયો હતો. ગ્રામસભામાં ઝઘડો થતાં મોડલ અભિનેત્રી એશ્રા પટેલે સરપંચ, તેના પતિ અને પુત્ર સામે નિર્વસ્ત્ર કરવાના ઇરાદે ઓઢણી ખેંચ્યાના આરોપ સાથે સંખેડા પોલીસ સ્ટેશન (Sankheda Police Station)માં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો:Attack on Eshra Patel: મોડેલ અભિનેત્રી ઉમેદવાર એશ્રા પટેલ સહિત 12 લોકો સામે પોલીસ ફરિયાદ
અપશબ્દો બોલી સાડી ખેંચ્યાનો સરપંચનો આરોપ-એશ્રા પટેલની ફરિયાદને પગલે સરપંચ પતિની પોલીસે અટકાયત કરી હતી. તે બાદ કાવિઠા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ જ્યોતિબેન સોલંકીએ જાતિવાચક અપશબ્દો બોલી સાડી ખેંચ્યાનો આરોપ લગાવી એશ્રા પટેલ, નરહરિ પટેલ, નંદુભાઈ પટેલ, મહેશભાઇ રબારી દેવરાજભાઈ રબારી, સંદીપભાઈ સોલંકી, રાજેન્દ્ર પટેલ અને વિજયભાઈ પટેલ સહિત 8 લોકો સામે IPCની કલમ 143, 147, 149, 354 (ખ) 306(2) અને એટ્રોસિટી એક્ટ 3/1 NRS મૂજબ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે મોડેલ અભિનેત્રી એશ્રા પટેલની સંખેડા પોલીસ અટકાયત કરી છે.
આ પણ વાંચો:Attack on Eshra Patel: મોડેલ અભિનેત્રીએ કહ્યુ, પ્રતિસ્પર્ધીઓ કદાચ હાર ભાડી ગયા હોય, મારા ઉપર હુમલો કર્યો
આ પહેલા પણ એશ્રા સામે નોંધાઈ હતી ફરિયાદ-ઉલ્લેખનીય છે કે, મોડેલ અભિનેત્રી એશ્રા પટેલ સંખેડા તાલુકાના કાવીઠા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે મતદાનના દિવસે પ્રતિસ્પર્ધી ઉમેદવાર સાથે વિવાદ થતા એશ્રા પટેલ સહિત 12 લોકો સામે સરપંચના પતિએ ફરિયાદ નોંધાવતા એટ્રોસિટી એક્ટ હેઠળ સંખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જે ફરિયાદ અંગે ગુજરાત હાઈકોર્ટમાં રાવ કરતાં તપાસ ઉપર રોક લગાવવામાં આવી હતી. જો કે ફરી ગ્રામ પંચાયતમાં વિવાદ વકરતાં એશ્રા પટેલે ફરિયાદ નોંધાવતા સરપંચ પતિને પોલીસ અટકાયત કરી છે. તો મહિલા સરપંચ જ્યોતિબેન સોલંકીએ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવતા મોડેલ અભિનેત્રી એશ્રા પટેલની પણ પોલીસે અટકાયત કરી છે.