ગુજરાત

gujarat

ETV Bharat / state

Chhotaudepur Theft Case : દિવસે રેકી કરી રાત્રે ચોરીને અંજામ આપતા 2 આરોપી ઝડપાયા - Burglary in Pavijetpur

છોટાઉદેપુરના પાવીજેતપુરમાં દિવસે ભૂંડ પકડવા તેમજ ધાબળા વેચવાના બહાને રેકી આરોપીઓ ઘરફોડ (Chhotaudepur Theft Case) ચોરી કરતાં હતા. આરોપીઓએ નવ જિલ્લામાં ઘરફોડ (Burglary in Chhotaudepur) ચોરી કરીનું બહાર આવ્યું છે. જેમાં  ચિકલીગર ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી પાંચને વોન્ટેડ કર્યા છે.

Chhotaudepur Theft Case : દિવસે ભૂંડ પકડવાના બહાને રેકી કરી રાત્રે ચોરીનો અંજામ આપતા આરોપીની દબોચી બોચી
Chhotaudepur Theft Case : દિવસે ભૂંડ પકડવાના બહાને રેકી કરી રાત્રે ચોરીનો અંજામ આપતા આરોપીની દબોચી બોચી

By

Published : Mar 26, 2022, 8:05 AM IST

છોટાઉદેપુર : પાવીજેતપુરમાં દિવસ દરમિયાન ધાબળા વેચવાના અને ભૂંડ પકડવાના બહાને રેકી કરતા હતા. જે રાત્રે સ્વિફ્ટ કારમાં ઘરફોડ ચોરી કરતા (Chhotaudepur Theft Case) ભરૂચના જોગિંદરસિંગ ઉર્ફે કબીરસિંગ સિકલીગર અને લાખનસિંગ લાલસિંગ બાવરીને છોટાઉદેપુર પોલીસે (Chhotaudepur police) ઝડપી પાડવામાં સફળતા મળી છે. પાવીજેતપુર પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતાં ચિકલીગર ગેંગના (Chicligar Gang Pavijetpur) બે આરોપીઓને ઝડપી પાડયા અને અન્ય પાંચ આરોપીઓ વોન્ટેડ છે.

દિવસે ભૂંડ પકડવાના બહાને રેકી કરી રાત્રે ચોરીનો અંજામ આપતા આરોપીની દબોચી બોચી

આ પણ વાંચો :બોલો લ્યો..! નાની પાણિયાળી શાળામાં ચોરી થતાં ફરિયાદ સાત દિવસ બાદ નોંધાવી

નવ ઘરફોડ ચોરી - છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરમાં (Burglary in Pavijetpur) રેકી કરી ત્રણ અલગ અલગ બંધ મકાનમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. જેમાં ઘરફોડ ચોરીના રીઢા ગણાતા ચિકલીગર ગેંગ ભરૂચના બે આરોપી ઓ જોગિંદર સિંગ ઉર્ફે કબીર સિંગ સિકલીગર અને લાખન સિંગ લાલસિંગ બાવરીને ઝડપી પાડી ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી. જેમાં પાવીજેતપુરમાં બે ચોરી સહિત નવ અન્ય જિલ્લામાં નવ જેટલી ઘરફોડ (Burglary in Chhotaudepur) ચોરીના કરીનુ બહાર આવ્યું હતું.

આ પણ વાંચો :Ahmedabad Gheekanta Court: ઘી કાંટા કોર્ટમાં ચોરીનો આરોપી પોલીસકર્મીને ધક્કો મારીને ફરાર

ભૂંડ પકડવા બહાને ખાખાખોળા : છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે, ભરૂચની આ ગેંગના સાત સભ્યો દિવસ દરમિયાન ભૂંડ પકડવા અને ધાબળા વેચવાના બહાને બંધ મકાનોની રેકી કરતાં હતાં. અને રાત્રીના સ્વિફ્ટ કારમાં આવી ઘરફોડ ચોરીઓ કરતાં હતાં. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના બે બંધ મકાનમાંથી ઘરફોડ (Theft from Reiki in Pavijetpur) ચોરી કરી હતી. જ્યારે અન્ય જિલ્લાઓમાં વડોદરામાં 2, પંચમહાલમાં 2, દાહોદ 2 તેમજ અન્ય 13 જેટલા ગુન્હામાં વોન્ટેડ છે. તેવો ઘરફોડ ચોરી ગેંગના મુખ્ય સુત્રધાર જોગિંદરની સાથે અન્ય એક સૂત્રધાર લાખન સિંગ લાલસિંગ બાવરીની ધરપકડ કરી છે. સ્વીફ્ટ કાર અને ઓગાળેલ સોના-ચાંદી, રોકડ મળી 3.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે અન્ય પાંચ આરોપીઓ વોન્ટેડ છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details