- વણીયાદ્રી ગામ પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો
- અકસ્માતમાં બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો
- ઈજાગ્રસ્તને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો
બોડેલીના વણીયાદ્રી ગામ પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક ચાલકને ગંભીર ઇજા - Road Accident
બોડેલીના વણીયાદ્રી ગામ પાસે ટ્રક અને બાઈક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો હતો.
છોટા ઉદેપુર: બોડેલીના વણીયાદ્રી ગામ પાસે ટ્રક અને બાઈક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ બોડેલી તાલુકાના વણીયાદ્રી ગામે રહેતા મેહુલભાઈ કંચનભાઈ તડવી સવારના સમયે બાઈક લઈ બોડેલી તરફ આવી રહ્યા હતા તે દરમિયાન બોડેલી તરફથી સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડતા મેહુલભાઈ રોડ પર પટકાયા હતા જેથી તેઓને ગંભીર ઇજાઓ થતાં 108 મારફતે સૌપ્રથમ બોડેલી- ઢોકલીયા પબ્લિક હોસ્પિટલમાં અને ત્યાર પછી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
બોડેલીના વણીયાદ્રી ગામે ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતની જાણ બોડેલી પોલીસને કરાતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.