સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત પ્રવર્તમાન સરકાર દ્વારા કરવામાં આવી છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં પાંચમાં તબક્કામાં સેવા સેતુનો કાર્યક્રમો યોજાયો હતો. છોટાઉદેપુર તાલુકાના વઢવાણ, કુંભાણી, ડોલરીયા, નવાગામના ગ્રામજનોના પ્રશ્નોના નિરાકરણ માટે જામલી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.
છોટાઉદેપુરમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
છોટાઉદેપુરઃ જિલ્લામાં પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેનો લાભ લેવામાં જિલ્લાભરના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં મામલતદારે લોકોને તેમની સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવાની ખાતરી આપી હતી.
છોટાઉદેપુરમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
આ પ્રસંગે મામલતદાર ઉમેશ શાહે જણાવ્યું કે, "સેવાસેતુના માધ્યમથી નાગરિકોના પ્રશ્નો તેમજ સમસ્યાઓનો સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવશે. જેથી વધુમાં વધુ લોકોએ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં આધાર કાર્ડ, અમૃતમ કાર્ડ, વાત્સલ્ય કાર્ડ અને પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ બેંક ખાતા ખોલાવવા તેમજ વિધવા અને નિરાધાર વૃદ્ધ સહાય રેશનકાર્ડમાં સુધારા-વધારા તેમજ અન્ય યોજનાના લાભો સ્થળ પર જ આપવામાં આવશે."