ગુજરાત

gujarat

ETV Bharat / state

છોટાઉદેપુરમાં કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ - કલેકટર

જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં શહેરમાં કોરના વાઇરસની પરિસ્થિતિ અંગેનો કલેક્ટરે ચીતાર રજૂ કર્યો હતો.

કલેકટરની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
કલેકટરની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

By

Published : May 13, 2020, 5:14 PM IST

છોટાઉદેપુર : જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોનાના 14 કેસ નોંધાયેલા હતા. જેમને સારવાર કરી રજા આપી દેવામાં આવી હતી. તેમજ 18 દિવસથી એક પણ કેસ નોંધાયેલ નહોતો. જેમાં ગઈકાલે સાંજે 03 કેસ નોંધાયા છે. જેના પગલે હાલમાં જિલ્લામાં 03 કેસ એક્ટીવ છે.

કલેકટરની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

છેલ્લા એક અઠવાડિયામાં અન્ય જિલ્લામાંથી આવેલા લોકો 17000 કરતા વઘારે છે અને તેઓને હાલમાં હોમકોરોન્ટાઇન કરેલા છે. બહારથી આવેલા લોકોમાં સંક્રમણની શક્યતા વધારે છે. પરિણામે કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે આયુષ્ય મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર હોમયોપેથીક દવાનું વિતરણ કરવાનો પ્રોગ્રામ કરેલો છે. જેમાં જિલ્લાના તમામ 11 લાખ નાગરિકોને માસ અને આરસેનિક આલ્બમ દવાનું વિતરણ કરવાનું છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા છે.

કલેક્ટરે જણાવ્યું હતુ કે વડાપ્રધાનની સૂચના અનુસાર આયુષ મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર હોમયોપેથીકની ગોળીઓ વિતરણ કરવાની છે. જેમાં જિલ્લામાં 11 લાખ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે કાર્યવાહીને હાથ ધરવામાં આવી છે. જેમાં સૌ પ્રથમ સરકારી કર્મચારીઓ કે જે હાલમાં આ મહામારી વચ્ચે કામ કરી રહ્યા છે તેને કવર કરીશું, ત્યારબાદ આગળ અન્યને કવર કરવાની પ્રક્રિયાને હાશ ધરવાનું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details