- છોટા ઉદેપુરમાં ઝંડ હનુમાન મંદિરે દર્શનાર્થે લોકો ઉમટ્યાં
- નવા વર્ષના પ્રથમ શનિવારને લઇને મોટીસંખ્યામાં ભક્તો આવ્યાં
- આસપાસના વિસ્તારમાં ભગ્ન અવસ્થામાં અસંખ્ય મૂર્તિઓ
છોટા ઉદેપુરઃ કોરોના બાદ મંદિરો ખુલતા શ્રદ્ધાળુઓ ઉત્સાહપુર્વક ઝંડ હનુમાન મંદિર ( Chhota Udepur Zand Hanuman Temple ) ખાતે મોટી સંખ્યામાં આવી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી નવું વર્ષ સુખ, સમૃદ્ધિમય રહે તેવી ભક્તો કરી પ્રાર્થના કરી રહ્યાં છે. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોડ ટપ્પાનું અને પંચમહાલના જાંબુઘોડાથી આઠ કિલોમીટરના અંતરે પ્રાકૃતિક સૌન્દર્ય ધરાવતાં બે પર્વતોની વચ્ચે આવેલું ઝંડ હનુમાન લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.
વહીવટીતંત્ર કામે લાગ્યું
જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા પણ મંદિર પરિસરમાં ભીડ ભેગી ન થાય તે માટે ( Chhota Udepur Zand Hanuman Temple ) મંદિરથી 600 મીટર મુખ્ય દરવાજેથી જેટલા દર્શનાર્થીઓ બહાર આવે એટલાને જ પ્રવેશ આપવામાં આવે છે.
ઝંડ હનુમાન ખાતે ભક્તોની ભારે ભીડ લોકપ્રિય પ્રવાસન કેન્દ્ર પણ બન્યું છે આ જગ્યા
ઝંડ ગામમાં આવેલ આ ઐતિહાસિક અને અતિ સુપ્રસિદ્ધ સ્થળે એક પથ્થરમાંથી કોતરેલી 18 ફૂટ ઊંચી ઝંડ હનુમાન દાદાની અલભ્ય મૂર્તિ આવેલી છે. આ ઉપરાંત આ સ્થળે ભગ્ન અવસ્થામાં સેકંડો વર્ષ પુરાણા શિવમંદિરો, રેતાળ પથ્થરોમાંથી કોતરેલી ગણપતિજીની વિવિધ મૂર્તિઓ, મહીસાગર માતાજીની ભગ્ન અવસ્થાની મૂર્તિઓ ઢાલ, અને રોમન તલવાર સાથેના સૈનિક યોદ્ધાઓના પાળીયા સહિત અનેક સ્થાપત્યોને કારણે આ સ્થળ લાખો શ્રધ્ધાળુઓ માટે લોકપ્રિય પ્રવાસન કેન્દ્ર પણ બન્યું છે.
શનિદેવથી પીડિતો લોકોમાં પણ આસ્થાનું કેન્દ્ર
સમગ્ર ભારત વર્ષમાં એક શિલામાંથી કોતરેલી 18 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા આવેલી છે. હનુમાનજીના ડાબા પગ નીચે શનિદેવની મૂર્તિ અહીં અલૌકિક્તા દર્શાવે છે. શનિની પનોતીથી પીડાતા દર્શનાર્થીઓ અહીંયા નિયમિત રીતે શનિદેવના દર્શને આવે છે. ઝંડ હનુમાનની ( Chhota Udepur Zand Hanuman Temple ) પ્રતિમા જે ડુંગર ઉપર આવેલી છે તેની સામેના ડુંગર ઉપર હિંગરાજ માતાની મૂર્તિ અને પૌરાણિક મંદિર આવેલું છે. તે ઉપરાંત અહીંયા ભગ્ન અવસ્થામાં અનેક શિવમંદિર , ભીમની ઘંટી, આ સ્થળની ઐતિહાસિક ગવાહીની સાક્ષી પૂરે છે.
આ પણ વાંચોઃ છોટાઉદેપુરના સંખેડામાં 3 કરોડના ખર્ચે બનેલા વિશ્રામગૃહનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ
આ પણ વાંચોઃ છોટાઉદેપુરના પ્રગતિશીલ ખેડૂતે ઈન્ટરનેટમાંથી માહિતી મેળવી કેપ્સિકમની ખેતી કરી