ગુજરાત

gujarat

ETV Bharat / state

ટામેટાંના પાકમાં ઉપજ ન આવતા ખેડૂતે રીંગણાનાં છોડ પર કલમ કરી ટામેટા ઉગાડ્યાં, આવક બમણી - ખેડૂતોનાં સમાચાર

છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી તાલુકામાં આવેલા સાલપુરા ગામનાં ખેડૂતે એક સફળ નવતર પ્રયોગ કર્યો છે. વર્ષોથી ટામેટાની ખેતી કરતા ખેડૂતે પાક સરખો ન આવતા ઈન્ટરનેટ પર રિસર્ચ કરીને રીંગણાનાં છોડને કલમ કરી ટામેટા ઉગાડ્યાં હતાં. આ પ્રયોગને કારણે તેમનો પાક મબલખ પ્રમાણમાં ઉગવા લાગ્યો હતો. જેના કારણે તેની આવકમાં બમણો વધારો થયો છે.

ટામેટાનો પૂરતો પાકનાં થતાં ખેડૂતે રીંગણાનાં છોડને કલમ કરી ટામેટા ઉગાડ્યાં, હવે બમણું કમાય છે
ટામેટાનો પૂરતો પાકનાં થતાં ખેડૂતે રીંગણાનાં છોડને કલમ કરી ટામેટા ઉગાડ્યાં, હવે બમણું કમાય છે

By

Published : Feb 1, 2021, 12:03 PM IST

  • વર્ષોથી ટામેટાંની ખેતી કરતા ખેડૂતે ઈન્ટરનેટનો સહારો લીધો
  • સારો ગ્રોથ અને કવોલટીને લઈને ટામેટાની માંગ ઉઠી
  • નવી પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતે આવક બમણી કરી

છોટાઉદેપુર: બોડેલી તાલુકાનાં સાલપુરા ગામમાં રહેતાં વિજય પટેલ નામનાં ખેડૂત વર્ષોથી ટામેટાની ખેતી કરે છે. પરંતુ જોઈએ એટલો સારો ઉતારો મળતો ન હતો. સારૂ બિયારણ અને મહેનત કરવા છતાં તેનું પૂરતું વળતર પણ મળતું ન હતું. જેના કારણે તેમણે નવતર પ્રયોગ અજમાવીને રીંગણના છોડ પર કલમ કરી ઉપર ટામેટાંના છોડને લગાડ્યો છે. જેના કારણે ગ્રોથ અને ક્વોલિટી બંને સુધરી ગઈ છે.

રીંગણાનાં છોડને કલમ કરીને ઉગાડવામાં આવેલો ટામેટાનો છોડ
કોરોના મહામારી દરમ્યાન ખેતીની પદ્ધતિ બદલાવવાનો વિજાર આવ્યોછેલ્લા એક વર્ષથી જે કોરોનાની સ્થિતી ઊભી થઈ તેને લઈને ખેડૂતોને ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેનાં કારણે વિજયભાઈને વિચાર આવ્યો કે, તેઓ જે પદ્ધતિથી ખેતી કરે છે, તેમાં બદલાવ લાવે. ટામેટાંના છોડમાં રોગ પ્રતિકાત્મક શક્તિ ઓછી હોય છે. ટામેટાંની ખેતીમાં રોગ લાગી જતાં ઉતારો ઓછો આવે છે. જેથી ટામેટાંની ખેતીમાં કેવી રીતે ઉતારો વધુ આવે તે માટેનો વિચાર આવ્યો હતો અને ઇન્ટરનેટનાં માધ્યમનો સહારો લઈને તેમણે માહિતી મેળવીને ટામેટાંની જે ખેતી કરી તેમાં ધાર્યા કરતાં પણ વધુ ઉપજ મળતા તેમની ખુશીનો પાર નથી રહ્યો. રીંગણનાં છોડમાં રોગ પ્રતિકાત્મક શક્તિ વધુ હોવાથી તેનો ઉપયોગ કર્યો


વિજયભાઈએ રીંગણનાં છોડમાં રોગ પ્રતિકાત્મક શક્તિ વધુ હોવાથી તેનો ઉપયોગ કર્યો છે. રીંગણનાં છોડને કલમ કરીને ઉપર ટામેટાંનાં છોડને લગાડ્યો છે. જેનાં પરથી તેઓને થોડા જ સમયમાં સારૂ પરિણામ મળ્યું હતું. જેમાં ગ્રોથ અને કવોલિટી ઘણી સારી મળતા વિજય ભાઈનાં ટામેટાની માંગ વધી છે. જેને લઈને આવક પણ બમણી મળતા વિજય ભાઈએ કરેલા અખતરાને લઈને બીજા અન્ય ખેડૂતો પણ તેમની સલાહ લેવા આવી રહ્યા છે.

ટામેટાનો પૂરતો પાકનાં થતાં ખેડૂતે રીંગણાનાં છોડને કલમ કરી ટામેટા ઉગાડ્યાં, હવે બમણું કમાય છે
સરકાર તરફથી માર્ગદર્શન મળે તો સમગ્ર વિસ્તારનાં ખેડૂતોને મદદરૂપ થાય


સરકાર તરફથી ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન અને મદદ મળે તેવી તેઓને આશા હોય છે. જે એક અલગ પ્રકારની ખેતી વિજયભાઈ કરી છે, તેને લઈને અન્ય કેટલાય ખેડૂતો આ પ્રકારની ખેતી કરે તે માટે ટામેટાંના આ ખેતરની મુલાકાત લઈને આ પદ્ધતિથી ખેતી કરવા માટેની સલાહ લઈ રહ્યા છે. જે છોડ ઉપર ટામેટાંનું પુષ્કળ પ્રમાણમાં ઉપજ આવી છે, તેનાં મૂળ રીંગણનાં છે. કુદરતનાં નિયમો વિરુદ્ધ જઇને પણ ખેડૂતે આ સફળતા મેળવી છે. જો બાગાયત વિભાગ તેમાં મદદ કરે તો આ વિસ્તારનાં ખેડૂતો ચોક્કસ ખેતીમાં ક્રાંતિ લાવી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details