- છોટાઉદેપુરમાં નગપરપાલિકાના પ્રમુખ સામે એટ્રોસિટીની ફરિયાદ
- એટ્રોસિટિ અને છેતરપિંડીને લઈ નોંધાઈ ફરિયાદ
- બાલુભાઈ તડવીએ નોંધાવી ફરિયાદ
છોટાઉદેપુરઃ નગરપાલિકાના પ્રમુખ નરેનભાઈ જયસ્વાલ તથા અંબુભાઈ જયસ્વાલ સામે બાલુભાઈ શગં ભાઈ તડવી તથા સ્થાનિક લોકોએ એટ્રોસિટિ અને છેતરપિંડીની ફરિયાદ છોટાઉદેપુર પોલીસ મથકમાં નોંધાવી છે.
નગપરપાલિકાના પ્રમુખ સામે એટ્રોસિટીની ફરિયાદ
ફરિયાદમાં જણાવાયું છે કે અમારો હિન્દુસ્તાન પેટ્રોલિયમ ગેસના બોટલોની અજેનસીનો ધંધો છે. નરેન જયસ્વાલ થતા અંબુ જયસ્વાલ સાથે સારા સંબંધ હોવાને લીધે તેઓ ની બજાર રોડ પર આવેલા મિલકતમાં આમારી ગીતા ગેસ અજેનસીની ઓફિસ છે. તેઓ ઓફિસે આવીને બેસતા અને કામકાજમાં પણ મદદ કરતા હતા. તેથી તેઓ ગેસ એજન્સીના તમામ વહીવટથી માહિતગાર હતા. 30 જાન્યુઆરીએ નરેનભાઈ જયસ્વાલ તથા અંબુભાઈ જયસ્વાલે અમારા ગોડાઉનમાં બળજબરીપૂર્વક ઘુસી તોડફોડ કરી હતી.