છોટા ઉદેપુરગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી( Gujarat Assembly Election 2022)આવી રહી છે. જેને લઇને રાજકારણમાં એક પછી એક ઉથલપાથલ જોવા મળી રહી છે. બોડેલીના એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ(Opposition leader Sukhram Rathwa) નિવેદન આપ્યું હતું કે આવનાર વિધાન સભાની ચૂંટણીમાં કૉંગ્રેસના 64 ધારાસભ્યોને ફરી ટિકિટ આપવામાં આવશે.
આ પણ વાંચોકૉંગ્રેસ માત્ર પોસ્ટર યુદ્ધ રમતી હોવાનો ભાજપનો આક્ષેપ
64 ધારાસભ્યોને ફરી રીપીટ કરાશેજેતપુર પાવીના ધારાસભ્ય અને ગુજરાત વિધાન સભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ બોડેલી ખાતેના એક કાર્યક્ર્મમાં જણાવ્યું હતું કે આવનારી વિધાન સભાની ચૂંટણીમાં કૉંગ્રેસના( Gujarat Congress )ચૂંટાયેલા 64 ધારાસભ્યોને ફરી રીપીટ કરાશે. ગુજરાતની 182 સીટો પર બીજા ઉમેદવારોની કોંગ્રેસ પક્ષ દ્વારા પસંદગી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચોકોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક, અધ્યક્ષની ચૂંટણી અંગે લેવાયો મહત્વનો નિર્ણય
ધારાસભ્યોના વાલી તરીકે સાચવવાની જવાબદારીવિપક્ષ નેતા સુખરામ રાઠવાએ (Opposition leader Sukhram Rathwa)આપેલા નિવેદન મુજબ કોંગ્રસના 64 ધારાસભ્યોનો ચહેરો બદલવામાં નહીં આવે, પરંતુ અન્ય બેઠકો ઉપર કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જે કોંગ્રસના ચૂંટાયેલા ધારાસભ્યોના વાલી તરીકે સાચવવાની મારી જવાબદારી બને છે.