ગુજરાત

gujarat

ETV Bharat / state

છોટા ઉદેપુરના ખેડૂતને 5 લાખની નકલી નોટો પધરાવી દેવાઈ

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ખેડૂૂત પાસે કપાસ અને મકાઈના ભુસાના બમણાં ભાવે ખરીદી કરી ખેડૂતને વિશ્વાસમાં લીધા બાદ વડોદરાના વેપારીએ 5 લાખ 40 હજારની નકલી નોટો(Farmer of Kwant taluka gave fake notes) પધરાવતા પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

By

Published : Feb 10, 2022, 10:46 PM IST

છોટા ઉદેપુરના ખેડૂતને 5 લાખની નકલી નોટો પધરાવી દેવાઈ
છોટા ઉદેપુરના ખેડૂતને 5 લાખની નકલી નોટો પધરાવી દેવાઈ

છોટા ઉદેપુરઃજિલ્લાના કવાંટ તાલુકાના ડુંગરગામના લલીયાંભાઈ ઉર્ફે લાલુભાઈ રાઠવા કવાંટ( Counterfeit notes racket in Chhota Udepu)ખાતે કપાસનો વેપાર કરે છે. જેઓ સાથે દોઢેક મહિના અગાઉ વડોદરાના અનિલ ઉર્ફે એન્થોની મુકચંદ ગંગવાની સાથે મોબાઈલ ફોન ઉપર સંપર્ક કર્યો હતો. બાદમાં થોડાં દિવસ પછી લાલુભાઈ રાઠવાના ઘરે રૂબરૂ જઈને બજાર ભાવ કરતાં ઉંચા ભાવે કપાસ તથા મકાઈનું ભુસું તેમજ ખેત પેદાશની વસ્તુઓ ખરીદવાનું જણાવાયું હતુ.

નકલી નોટો

બજારમાંથી ભૂસું ખરીદી કરી

થોડા દિવસ બાદ અનિલ ઉર્ફે એન્થોની એ ડ્રાઈવર સાથે 50 હજાર એડવાન્સ મોકલી વિશ્વાસમાં લીધા બાદ કવાંટ થી ત્રણ વાર મકાઈનું ભૂસુ લઈ ગયો હતો અને બધાં પૈસા એક સાથે આપવાનો વાયદો કર્યો હતો. થોડા દિવસ બાદ ખેડૂત દ્વારા નાણાંની માંગણી કરતાં અનિલ ઉર્ફે એન્થોનીએ વધારે માત્રામાં મકાઈના ભૂસાની માંગણી કરતાં કવાંટ ખાતે પોતે માલ લેવા આવવાનું જણાવ્યું હતું, જેથી લાલૂ રાઠવાએ બજારમાંથી ભૂસું ખરીદી કરી હતી.

આ પણ વાંચોઃવડોદરામાં 1 કરોડની ચિલ્ડ્રન ડમી નોટ સાથે 2 ગઠિયાની ધરપકડ

નકલી પધરાવી દેવામાં આવી

અનિલ ઉર્ફે એન્થોની એ રાત્રીના સમયે બીજા બે માણશો સાથે કવાંટ ખાતે આવીને ખેડૂત લાલૂ રાઠવાના ઘરે જઈને રૂપિયા 3 લાખના બદલે 500 રૂપિયાના દરની 1,081 નોટો એટલે કે રૂપિયા 5 લાખ 40 હજાર 500 રૂપિયાનકલી(Counterfeit notes) પધરાવી દેવામાં આવી હતી.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

આપેલ નોટો નકલી જણાઈ આવતાં ફરિયાદી લાલૂ રાઠવાએ અનિલ ઉર્ફે એન્થોનીને ફોન ઉપર આપેલ નોટો નકલી હોવાનું જણાવતાં વડોદરાના વેપારી વડોદરામાં કોઈ ગુનામાં ફસાવી દેવાની થતાં આ બાબતે પોલીસને જાણ કરી તો માણસો દ્વારા પતાવી દેવાની ધમકી આપી હતી. જણાવ્યું હતું કે"મે અગાઉ પણ ખૂન કરેલું છે. મારા ઉપર ઘણાં ગુનાં દાખલ થયેલા છે. હું વડોદરા ડોન છું, અને મારું નામ અનિલ ઉર્ફે એન્થોની મૂલચંદ ગંગવાની છે. તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. આ ઘટનામાં ખેડૂતે પાનવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃમહેસાણામાં 200ના દરની નકલી નોટો બેંકમાં જમા કરાવનાર આરોપીઓ રાજકોટથી ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details