- પાવીજેતપુરના ભાણપુરી ગામ પાસે અકસ્માત સર્જાયો
- અકસ્માતમાં પતિ પત્નીના ઘટના સ્થળે જ્યારે અન્ય એક મહિલાનું સારવાર દરમિયાન મોત
- પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
છોટાઉદેપુરઃ જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ભાણપુરી પાસે એક પશુ ભરેલી બોલેરો પિક અપ ગાડીએ બાઇકને ટક્કર મારતા બાઇક સવાર સહિત 3 જણના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જેથી ભાણપુરી પંથકમાં ગમગીની છવાઈ હતી.
અકસ્માતમાં 2 યુવક એક મહિલા સહિત 3 લોકોના મૃત્યું
પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ભાણપુરી ગામના પશુ ચિકિત્સક જસવંત રાઠવા તેમની પત્ની વનિતા રાઠવા પોતાની બાઇક લઈને એક સામાજિક પ્રસંગમાં ગયા હતા,ત્યારે પરત ફરતા સમએ મોટી બેજથી તેમના માસી સવિતાબેન પણ તેમની બાઇક પર સવાર થઈને તેમની સાથે જતા હતા, ત્યારે ભાણપુરી ગામની પાસે ચોકડી પર પશુ ભરેલી બોલેરો પિક અપ ગાડીના ચાલકે બાઇક સવાર જસવંત રાઠવાને ટક્કર મારતા બાઇક રસ્તાની બાજુના ખાડામાં ઉતરી ગઈ હતી અને બોલેરો પિક અપ ગાડીની ટક્કરે ગંભીર ઇજા પામેલા જસવંત રાઠવા અને તેમની પત્ની વનિતા રાઠવાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે સવિતાબેનને ગંભીર ઇજા થતાં બોડેલીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યા તેઓનું સારવાર દરમિયાન કમકમાટી ભર્યું મોત થતા પંથકમાં ગમગીની છવાઈ હતી. પોલોસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાવીજેતપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી
અકસ્માતની જાણ પાવીજેતપુર પોલીસને થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.