ગુજરાત

gujarat

ETV Bharat / state

Chhota Udepur Crime : છોટાઉદેપુરમાં બોગસ સરકારી ઓફિસના નામે 2 વર્ષથી ચાલતું કૌભાંડ, 4 કરોડથી વધુની ઉચાપત - કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગની ખોટી કચેરી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ખોટી સરકારી કચેરી ઊભી કરી આદિજાતિ વિભાગની પ્રયોજના કચેરીમાંથી ગ્રાન્ટ મેળવી 4 કરોડથી વધુનું કૌભાંડ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી ભેજાબાજ આરોપીને ઝડપી પાડ્યા છે.

Chhota Udepur Crime
Chhota Udepur Crime

By ETV Bharat Gujarati Team

Published : Oct 28, 2023, 9:16 AM IST

છોટાઉદેપુરમાં બોગસ સરકારી ઓફિસના નામે 2 વર્ષથી ચાલતું કૌભાંડ

છોટાઉદેપુર :બોડેલી ખાતે કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગની ખોટી કચેરી ઊભી કરી આદિજાતિ વિભાગ પ્રયોજના વહીવટદારની કચેરીએ દરખાસ્ત મોકલવામાં આવી હતી. તેની ગ્રાન્ટ પાસ કરી નાણાંની ઉચાપત કરવાનું કૌભાંડ ઝડપાયું છે. જેમાં કુલ રૂપિયા 4 કરોડ 15 લાખના કૌભાંડનો પર્દાફાશ થતાં સમગ્ર સરકારી આલમમાં ચકચાર મચી ગયો છે.

બોગસ સરકારી કચેરી : આ અંગે મળતી માહિતી અનુસાર આરોપીઓએ તારીખ 26-7-21 થી 25-10-23 ના સમયગાળા દરમિયાન કાર્યપાલક ઈજનેર સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝન બોડેલી નામની ખોટી કચેરી ઊભી કરી હતી. ભેજાબાજ આરોપીઓએ કાર્યપાલક ઇજનેરના નામની રાજ્યસેવક તરીકે ખોટી ઓળખ, ખોટા સહી સિક્કા, ખોટી સહી કરી ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. બાદમાં છોટાઉદેપુર પ્રયોજના વહીવટદાર કચેરીમાં અગાઉના અધિકારી અને કર્મચારી અને અત્યારના કામ કરી રહેલા અધિકારી તથા કર્મચારીની રહેમ નજરમાં કૌભાંડ આચર્યું હતું.

4 કરોડનું કૌભાંડ : આરોપી સંદીપ રાજપુતે બોડેલી તાલુકા મથકે ખોટી કચેરી બનાવી હતી. જિલ્લા મથકે આવેલી આદિજાતિ વિભાગની કચેરીમાં વર્ષ 2021-2023 દરમિયાન અલગ અલગ દરખાસ્ત મોકલી વિકાસના કામો અર્થે ગ્રાન્ટ લીધી હતી. જેમાં 2 વર્ષ દરમિયાન 93 કામ માટે કુલ 4,15,54,915 રુપિયાની ગાન્ટ મેળવીને કાંડ કર્યો હતો. આ અંગે ઘટસ્ફોટ થતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જ્યારે સમગ્ર ઘટનાની જાણ થતા છોટાઉદેપુર જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

આવી રીતે કર્યો કાંડ : આ અંગે છોટાઉદેપુર PI એ.સી. પરમારે જણાવ્યું હતું કે, છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં પ્રયોજના વહીવટદાર કચેરીના જુનિયર ક્લાર્ક જાવીદભાઈ ઈબ્રાહીમભાઈ મકણીજીયાએ ફરિયાદ આપી છે. જે મુજબ વર્ષ 2021 થી વર્ષ 2023 માં સંદીપ રાજપુત નામના વ્યક્તિએ બોડેલી ખાતે નાયબ કાર્યપાલક સિંચાઈ વિભાગની બોગસ ઓફિસ ઉભી કરી, ખોટા સિક્કા બનાવી ખોટી સહીઓ કરી રૂપિયા 4 કરોડ 15 લાખ 54 હજાર 915 રૂપિયાની ઉચાપત કરી છે. જે અંગે પૂછપરછ કરતાં અબુ બુખર સૈઈદ નામના વ્યક્તિનું નામ ખુલતા બંનેની અટકાયત કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે 12 દિવસના રિમાન્ડ આપ્યા છે.

આરોપી ઝડપાયો : છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં પ્રયોજના વહીવટદાર કચેરીના ક્લાર્ક જાવીદભાઈ ઇબ્રાહિમભાઈ માકણોજીયા દ્વારા ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે આરોપી સંદીપ રાજપુત નામના વ્યક્તિની પોલીસે ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.

  1. Chhota Udepur Crime News : છોટાઉદેપુરમાં લગ્નની ના પાડતા નવા પ્રેમી સાથે મળીને જૂના પ્રેમીની કરી નિર્મમ હત્યા
  2. Chhota Udepur Rape Case: સગીરાને ફોટો વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કરનારો આરોપી ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details