ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો, 'બિગ બોસ-13' માં કોણ કોણ બનશે મહેમાન ? - Gujarati news

મુંબઈઃ ટૅલીવુડમાં બહુચર્ચિત રિયાલિટી ટીવી શૉ 'બિગ બૉસ-13' માં કોણ કોણ ભાગ લેશે તેની અટકળો શરૂ થઈ ચુકી છે. બૉક્સર વિજેંદર સિંહ, અભિનેત્રી મહિમા ચૌધરી અને ફૈશન ડિઝાઈનર રિતુ બેરીએ બિગ બૉસના પ્રસ્તાવને નકારી ચુક્યા છે, ત્યારે પ્રશ્ન ઊઠે છે કે, હવે કોણ-કોણ ભાગ લેશે.

બિગ બોસ-13

By

Published : Jun 8, 2019, 11:28 PM IST

માહિતી પ્રમાણે, ઝરીન ખાન, ચંકી પાંડે, રાજપાલ યાદવ, વરીના હુસૈન, દેવોલીન ભટ્ટાચાર્જી, અંકિતા લોખંડે, રાકેશ વશિષ્ટ, મહિકા શર્મા, ડૈની ડી. જીત ચિરાગ પાસવાન, વિજેંદર સિંહ, રાહુલ ખંડેલવાલ, હિંમાશ કોહલી, મહિમા ચૌધરી, મેઘના મલિક, મહાશ્રય ચક્રવર્તી, દયાનંદ શેટ્ટી, ફૈજી બૂ, સોનલ ચૌહાન, ફાજિલપુરિયા અને સિદ્ધાર્થ શુક્લા ભાગ લઈ શકે તેવી અટકળો ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ કોઈના પણ નામને સમર્થન મળ્યું નથી. આ શૉમાં ભાગ લેનાર વ્યક્તિને 100 દિવસ સુધી ઘણા કૅમેરાઓનો સામનો કરવો પડે છે.

વિજેન્દ્ર સિંહ અને મહિમા ચૌધરીએ સ્પષ્ટ જણાવ્યું છે કે, તેઓ આ શૉનો ભાગ બનાવા નથી માંગતા. તો બીજી તરફ ઝરીન ખાને પણ આ સમાચારને ખોટા જણાવી ટ્વીટ કર્યું છે કે, મારા વિશે મળેલા સમાચાર સાંભળી મને પણ હસવું આવ્યું હતું. 'બિગ બોસ-13' માં મારા જવાના સમાચાર સાવ ખોટા છે.

ફેશન ડિઝાઇનર રિતુ બેરી, અંકિતા, હિંમાંશ અને રૈપર ફઝિલપુરિયાએ પણ આ વાતનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો. ત્યારે મહિકા અને દેવોલીનાએ ઈનકાર તો નથી કર્યો, પરંતુ આ વતની પુષ્ટી પણ કરી નથી.

ABOUT THE AUTHOR

...view details