ગુજરાત

gujarat

By

Published : Jul 2, 2019, 3:40 PM IST

Updated : Jul 2, 2019, 6:03 PM IST

ETV Bharat / state

નીતિનભાઈના બજેટ પટારામાંથી મહિલાઓને શું મળ્યું?

ગાંધીનગરઃ આજે નીતિન પટેલ દ્વારા વિધાનસભાના ચોમાસું સત્રનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. નિતિન પટેલે રાજ્યની વહાલી દીકરી યોજનાની જાહેરાત કરી છે, જેના માટે 133 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

નીતિનભાઈના બજેટ પટારામાંથી મહિલાઓને શું મળ્યું?

વહાલી દીકરી યોજના અંતર્ગત 2 લાખની આવક ધરાવતા પરિવારોને સહાય આપવા દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000ની સહાય અપાશે. જ્યારે 9મા ધોરણમાં આવે ત્યારે 6000ની સહાય અપાશે. તેમજ 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે 1 લાખની સહાય અપાશે.

નિતિન પટેલે રાજ્યની વહાલી દીકરી યોજનાની જાહેરાત કરી

આંગણવાડી બહેનોના પગારમાં 900 રૂપીયાનો વધારો કરવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ માટે 3138 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ નવા 70 હજાર સખી મંડળો બનાવવા માટે 700 કરોડનું ધિરાણ અપાશે. આ સિવાય આગણવાડીમાં પુરક પોષણ માટે 751 કરોડ, વિધવા પેન્શન માટે 376 કરોડ, પૂર્ણા યોજના માટે 87 કરોડ ફાળવાયા છે.

Last Updated : Jul 2, 2019, 6:03 PM IST

ABOUT THE AUTHOR

...view details