સરકારી બાબુઓ ધારાસભ્યોના પ્રોટોકોલ જાળવતા નથી: વિરજી ઠુમ્મર - MLA
ગાંધીનગર: રાજ્યમાં જ્યારથી ભાજપ સરકારનું શાસન ચાલી રહ્યું છે, ત્યારથી વિપક્ષના ધારાસભ્યોનું અધિકારીઓ પણ માનતા નથી. આવા અમુક ખાસ પ્રકારના બાબુઓ નીતિનિયમોને પણ નેવે મૂકીને કામગીરી કરતા હોય છે. તેથી આ મુદ્દો વિધાનસભામાં પણ ચર્ચાયો હતો. ધારાસભ્યોના પ્રોટોકોલ સંદર્ભે વિરજીભાઈ ઠુંમરે સરકાર પર પ્રહારો કર્યા હતા.
સ્પોટ ફોટો
તેમણે જણાવ્યું હતું કે, પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ MP-MLAના નિયત પ્રોટોકોલ છે. આ અંગે નવેમ્બર-2019ના 14નો એક પરિપત્ર જાહેર કર્યો છે. તમામ સ્ત્રીઓને તેમના મુખ્ય અધિકારીઓને જાણ કરવા પણ જણાવ્યું છે. પરંતુ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે, ધારાસભ્યોના એમના સમયમાં નક્કી કરેલા પ્રોટોકોલ પ્રમાણે રાજ્યમાં કાર્ય થતું નથી. ચૂંટાયેલા પ્રતિનિધિને મળવા માગે એમને મળવા માટેના જે પ્રોટોકોલ હોય તે જળવાતા નથી.