સદસ્યતા અભિયાનની વાત કરવામાં આવે તો IT અને સોશિયલ મીડિયાના સંયોજક અમિત્ત માલવીઆએ વીડિઓ કોન્ફરન્સ વડે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. 2014માં જે મિસ્કોલ વડે સદસ્યતા અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું. તને લઈને સંગઠનના મહાપરવનું આયોજન કરવામાં પણ આવશે.
કમલમ્ ખાતે ભાજપની સદસ્યતા અભિયાનને લઈને વીડિઓ કોન્ફેરન્સ યોજાયો - yash upadhyay
ગાંધીનગરઃ કમલમ્ ખાતે સદસ્યતા અંગે IT સોશિયલ મીડિયા ટિમ ની બેઠક યોજવામાં આવી હતી. નવા ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડાના આવ્યા ત્યાર બાદ ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીને આગામી ચૂંટણી માટે મજબૂત બનાવવાની કવાયત ચાલુ કરી દેવમાં આવી છે.
BJP
આ વખતે જો ભાજપમાં સદસ્યતા મેળવવી હશે તો તેને પણ હવે ઓનલાઇન કરવામાં આવશે અને ભાજપ દ્વારા એક નંબર જાહેર કરવામાં આવશે. જેના દ્વારા તે ધારકને તેની લિંક પણ આપવામાં આવશે. લિંક દ્વારા વેબપેજ પર ફોર્મ ઓપન થશે તેને ભરવાનું રહેશે. જો કે મહત્વપૂર્ણ બાબતએ છે કે, ભાજપ દ્વારા આગામી ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે સદસ્યતા અભિયાયન જુલાઈથી 11 ઓગસ્ટ સુધીમાં સદસ્યતા અભિયાન ચાલુ રાખવામાં આવશે.