ગુજરાત

gujarat

ETV Bharat / state

‘વાયુ’ વાવાઝોડું ફંટાયું, અમદાવાદમાં વરસાદ શરૂ - oman

અમદાવાદ: ગુજરાતમાં આવનારૂં 'વાયુ' વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું છે. જેથી 'વાયુ' વાવાઝોડું ગુજરાતને ટકરાશે નહીં. જો કે વાવાઝોડાની દિશા બદલાઈ હોવા છતાં ગુજરાતને અસર તો કરશે જ. હવામાન વિભાગ પ્રમાણે વાયુની દિશા બદલાઈ છે, છતા ગુજરાતને અસર જોવા મળશે.હાલ અમદાવાદના હવામાનમાં પલટો આવ્યો છે. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. આમ, વાયુ વાવાઝોડાની અસર સ્વરૂપે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પહોંચ્યો છે.

વાયુ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયુ

By

Published : Jun 13, 2019, 10:27 AM IST

Updated : Jun 13, 2019, 5:54 PM IST

'વાયુ' વાવાઝોડાના કારણે ગુજરાતમાં લેન્ડ ફોલો નહીં થાય, પરંતુ રાજ્યમાં પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. અમદાવાદમાં પણ વરસાદ સાથે ઝાપટાં પડી શકે છે. આ સિવાય વાવાઝોડાની સાથે સાથે ભારે વરસાદ પણ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ગુજરાત પર 15 જૂન સુધી વાવાઝોડાનું જોખમ રહેવાની શક્યતા છે.

Last Updated : Jun 13, 2019, 5:54 PM IST

ABOUT THE AUTHOR

...view details