દુનિયાભરના લોકો અને દેશોએ સાથે મળીને આતંકવાદને ખતમ કરવો જોઈએ. બધાએ ભેગા મળીને એ લોકોના દુઃખ દર્દને સમજવુ જોઈએ, જે લોકો આતંકવાદથી પ્રભાવિત થઈ રહ્યા છે. અને તેને ખત્મ કરવાની કોશિશ કરવી જોઈએ. એટલે જ હું કહી રહ્યો છું કે, સંયુક્ત રાષ્ટ્રએ નક્કી કરવુ જોઈએ કે, આતંકવાદની પરિભાષા શુ છે ?
સંયુક્ત રાષ્ટ્રએ આતંકવાદની પરિભાષા નક્કી કરવી જોઈએઃ નાયડૂ - gujarati news
ન્યૂઝ ડેસ્ક: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ કહ્યુ કે, સંયુક્ત રાષ્ટ્રએ વિચાર-વિમર્શ કરી આતંકવાદની પરિભાષા નક્કી કરવી જોઈએ. અને ત્યારબાદ જ આતંકવાદી સમૂહોને અલગ-થલગ કરવા માટે એક કાર્ય યોજના તૈયાર કરવી જોઈએ.
ફાઈલ ફોટો
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, તેઓ વર્ષોથી આ અંગે ચર્ચા કરી રહ્યા છે, અને આતંકવાદી જૂથોને અલગ કરવા માટે કાર્યવાહી સાથે આગળ વધવું જોઈએ.