જ્યાં તેમને કૃષિ વિભાગના અગ્ર સચિવ સંજય પ્રસાદે કહ્યું કે, રાજ્યમાં જેટલી ઓછા વજનવાળી ખાતરની થેલીઓ છે તે પરત લેવામાં આવશે. જે ખેડૂતોને ઓછા વજનવાળી ખાતરની થેલીઓ મળી છે, તે બદલી પણ આપવામાં આવશે. ત્યારે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા કૃષિવિભાગ નીકળ્યો છે તેવો ઘાટ જોવા મળી રહ્યા છે.
ખાતરની ઘટ મુદ્દે 'ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મરાવશે' કૃષિ વિભાગ - GNFC
ગાંધીનગરઃ GNFC દ્વારા ખેડૂતોને પૂરું પાડવામાં આવતા ખાતરે સરકારની ઊંઘ ઉડાડી દીધી છે. કોંગ્રેસ નેતાઓ ખાતર મુદ્દે સરકારને ઘેરવાનો એક પણ પ્રયાસ છોડતા નથી. ત્યારે સોમવારે વિસાવદરના કોંગી ધારાસભ્યએ ઓછા વજનવાળી ખાતરની થેલી લઈને સ્વર્ણિમ સંકુલમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા.
![ખાતરની ઘટ મુદ્દે 'ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મરાવશે' કૃષિ વિભાગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3273356-thumbnail-3x2-hfhd.jpg)
રાજ્ય સરકાર કૌભાંડો વચ્ચે ઘેરાઈ ગઈ છે, અને ગુજરાતમાં કૌભાંડ ઓછા કરી શકતી નથી. તે જ પ્રમાણે સ્થિતિ ખાતર બાબતે પણ જોવા મળી રહી છે. છેલ્લા દસ દિવસથી ખાતરને લઈને ગુજરાતમાં ઘમાસણ મચી ગઇ છે. ત્યારે રહી રહીને જાગેલી સરકાર ઘોડા છૂટી ગયા પછી તબેલામાં તાળા મારવા નીકળતી હોય તેવી રીતે હવે ખાતર પ્રોવાઈડ કરતી GNFC કંપનીને પુરુ ખાતર આપવા માટે સુચનો કરી રહી છે. હાલમાં પણ સરકાર અને કૃષિ વિભાગ ખાતર પ્રોવાઈડ કરતી કંપનીના અધિકારીઓ સાથે બેઠકો યોજી રહી છે. કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યા બાદ આ બાબતે કોણ જવાબદાર છે તે હજુ સરકાર અને તેના અધિકારીઓ નક્કી કરી શકતા નથી.
સંજય પ્રસાદે કહ્યું કે, આજે પણ સાંજે કંપનીના કર્મચારીઓ સાથે બેઠક યોજી છે, પરંતુ રાજ્યના એક પણ ખેડૂતને નુકશાન નહીં થાય. જે ખેડૂતો ખાતર લઇ ગયા છે, તેઓ પોતાની થેલી પાછી આપીને પૂરેપૂરા વજનવાળી ખાતરની થેલી મેળવી શકશે. જ્યારે આગામી બે દિવસમાં તમામ પ્રકારની આ ખાતરની થેલીઓ નવી પ્રોવાઈડ કરવામાં આવશે. કંપની પાસે ખાતરનો પૂરો જથ્થો પાડ્યો છે. ખેડૂતોને યોગ્ય સમયે જ ખાતરનો જથ્થો મળી રહેશે, જ્યારે ગત્ વર્ષ કરતાં 10 ટકા વધારે ખાતર ન જથ્થો હાલમાં પાડ્યો છે.