ગુજરાત

gujarat

ETV Bharat / state

TAT પરીક્ષાનું પરિણામ જાહેર નહીં થતા વિદ્યાર્થીઓમાં રોષ

ગાંધીનગરઃ રાજ્યમાં પરીક્ષા બોર્ડ દ્વારા ગત 27 જાન્યુઆરીના રોજ ટાટની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 1 લાખ કરતા વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ત્યારે આ પરીક્ષાને આજે ત્રણ મહિના થવા છતાં પરિણામ જાહેર નહીં થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. તેથી વિદ્યાર્થિઓ ગાંધીનગરની સેક્ટર-21 માં આવેલી રાજ્ય પરીક્ષા બોર્ડની કચેરીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા.

વિદ્યાર્થીઓમાં રોષ

By

Published : Apr 30, 2019, 4:41 PM IST

ટાટ પરીક્ષાના વિદ્યાર્થી રવિ પટેલે કહ્યુ કે, પરિણામ મોડું આવતા શંકા જાય છે કે, આમાં પણ ભ્રષ્ટાચાર પણ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. વિદ્યાર્થીઓ રજૂઆત કરવા ગયા હતા, પરંતુ અધિકારીઓએ કહ્યું કે, ચૂંટણીના કારણે પરિણામ જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી નથી. તેથી પરિણામ જાહેર કરવામાં વિલંબ થાય છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અગાઉ પણ આ પ્રકારની પરીક્ષાઓ લેવામાં આવી હતી, જેમાં ભ્રષ્ટાચાર થયો હતો. તેથીવિદ્યાર્થિઓને શંકા છે કે, ઝડપથી પરિણામ જાહેર કરવામાં નહીં આવે તો, આ પરીક્ષામાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવશે અને સાચા વિદ્યાર્થીઓને અન્યાય થશે.

વિદ્યાર્થિઓ નગરની સેક્ટર-21માં

રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ પ્રફુલ જલુએ કહ્યું કે, માધ્યમિક વિભાગ માટે જાન્યુઆરી મહિનાના અંતમાં ટાટ પરીક્ષા લેવામાં આવી હતી,પરંતુ ત્યારબાદ લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ જતા આ પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. પરિણામ જાહેર કરવા માટે ચૂંટણી પંચની મંજૂરી પણ માગવામાં આવી હતી, પરંતુ મળી ન હતી. હવે આચારસંહિતા હળવી થઈ ગઈ છે, ત્યારે આગામી સમયમાં મંજૂરી માટે ફાઈલ મોકલું છું, ત્યારબાદ મંજૂરી મળશે તો, પરિણામ જાહેર કરી દઈશું.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details