આ સંગઠનના રિટાયર્ડ આર્મી જવાનોએ લશ્કરના વડાને એક પત્ર લખી જણાવ્યું હતું કે, ભારત દેશ માટે ગમે ત્યારે સરહદ પર જવા તૈયાર છીએ જેમાં તેઓ કોઈ પણ પ્રકારનું મહેનતાણું નહિ લે તેવો પણ ઉલ્લેખ કર્યો હતો.
રિટાયર્ડ આર્મી જવાનો ફરીથી ફરજ પર જવા તૈયાર - bordar
પોરબંદરઃ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં 40 જેટલા જવાનો શહીદ થયા હતા. જેના પગલે ભારતે પાકિસ્તાનમાં ગઇ કાલે વિમાની હુમલો કરી POKમાં બોમ્બ વિસ્ફોટ કર્યા હતા, જેથી પોરબંદરના એટેક માજી સંગઠનના રીટાયર્ડ આર્મી જવાનોએ ગર્વ અનુભવ્યો હતો.
જૂઓ વિડિયો
આમ આ જવાનોએ બહાદુરી, નિષ્ઠા અને બલિદાનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને પુલવામાં શહીદી વહોરનાર સૌનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.