ફિલ્મોની સાથે કરીના હાલ એક રેડિયો ટૉક શૉ કરી રહી છે. જેમાં બૉલીવુડ સ્ટાર્સ એક મહત્વના ટોપીક પર ચર્ચા કરે છે.
રણવીર સિંહે કરીના પાસે માંગી સારા પતિ બનવાની સલાહ, બેબોએ આપ્યો આ જવાબ... - gujarati news
ન્યુઝ ડેસ્ક: બૉલીવુડની ચુલબુલી બેબો અટલે કે કરીના કપૂર ખાનના રેડીયો ટોક શૉ પર ગલી બૉય રણવીર સિંહ વાતચીત કરવા પહોંચ્યો હતો. જેમાં રણવીરે કરીના પાસે સારો પતિ બનવાની ટીપ્સ માંગી.
સૌજન્ય.ઈન્સ્ટાગ્રામ
રણવીરે કહ્યુ કે, કરિના સાથે 'તખ્ત' ફિલ્મમાં કામ કરવા માટે તે ખૂબ જ ઉત્સાહિત છે અને તેની રાહ જોઈ રહ્યા છે.
ત્યારબાદ મજેદાર અંદાજમાં વાતને આગળ વધારી કરીનાને પૂછ્યું કે તેઓ કેવી રીતે એક સારા પતિ બની શકે છે. ત્યારે કરીનાએ જવાબ આપ્યો કે, તમારે કોઈ પણ સલાહની જરુર નથી, જેવી રીતે તુ દીપિકા પ્રત્યે પ્રેમ દર્શાવે છે તે બધાને દેખાય જ છે. લગ્ન જીવનમાં સૌથી જરુરી છે એકબીજાને સ્પેસ આપવી, સ્પેસ આપવાથી બધી જ મુશ્કેલીઓ આપમેળે ઠીક થઈ જાય છે.