બંધારણ પ્રમાણે એક વ્યક્તિ બે હોદ્દા ન સંભાળી શકે. જેથી અમિત શાહ અને સ્મૃતી ઇરાની સાંસદ તરીકેના શપથ લે. તે પહેલા ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય પદ પરથી રાજીનામુ આપશે, જેથી રાજ્યસભાની બે બેઠકો ખાલી પડશે, હાલમાં અમિત શાહે રાજીનામુ આપી દીધું છે. જ્યારે સ્મૃતિ ઇરાનીએ રાજીનામું આપ્યું હોય તેવા કોઈ સામચાર નથી મળ્યાં. આમ બે બેઠકો પર ફરીથી ચૂંટણી યોજવામાં આવશે, ત્યારે બે બેઠકો પૈકી એક બેઠક પર કોંગ્રેસ જીતવાનો દાવો કરે છે. જ્યારે ભાજપ બન્ને બેઠકો જીતવા માટે કોંગ્રેસના અનેક ઘારાસભ્યોને ભાજપમાં જોડવાની તૈયારી કરી રહી હોવાનુ સુત્રોએ જણાવ્યું હતું. આમ બે રાજ્યસભાની બેઠકો માટે ગુજરાતમાં ફરીથી રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
અમિત શાહનું રાજ્યસભામાંથી રાજીનામુ, રાજકીય ગરમાવા વચ્ચે ભાજપ-કોંગ્રેસના ખેલ શરૂ - amit shah
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી બાદ સામાન્ય રીતે રાજકીય વાતાવરણ શાંત પડે છે, પરંતુ ગુજરાતમાં કંઇક અલગ જ સ્થિતી છે. લોકસભાની ચૂંટણી બાદ હવે રાજ્યસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવવો શરૂ થયો છે. લોકસભાની ચૂંટણી દરમિયાન ગાંધીનગરની બેઠક પરથી અમિત શાહ અને અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઇરાનીનો વિજય થયો છે, ત્યારે બન્ને નેતાઓ ગુજરાતથી રાજ્યસભાના નેતા છે. હાલમાં અમિત શાહે રાજ્યસભા સભ્ય પદથી રાજીનામુ આપી દીધું છે.
જ્યારે ગત લોકસભાની ચૂંટણીમાંથી ભાજપે પોતાના 3 ધારાસભ્યો અને 1 પ્રધાન પરબત પટેલને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા હતા, ત્યારે તમામ ઉમેદવારો વિજય થતા વિધાનસભા અધ્યક્ષને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપશે, લોકસભાની ચૂંટણીમાં હસમુખ પટેલ, પરબત પટેલ સહિત બે ધારાસભ્યો અધ્યક્ષને રાજીનામું આપશે, જ્યારે ગઇ કાલે જ કોંગ્રેસમાંથી છેડો ફાડીને આવેલા ભાજપ પક્ષમાં જોડાયેલા નેતાઓ પેટાચૂંટણીમાં જીત મેળવી હતી. જેમની ગઇકાલે શપથવિધી યોજાઇ હતી. આમ ફરીથી ચાર ધારાસભ્યો વિધાનસભામાંથી રાજીનામું આપતાં નવેમ્બર-ડિસેમ્બરની આસપાસ ફરીથી રાજ્યસભા અને વિધાનસભાની પેટાચૂટણી યોજાશે.