કોંગ્રેસના કુલ 49 ધારાસભ્ય મતદાન કર્યું છે. ભાજપના 100 ધારાસભ્ય મતદાન કર્યું છે. તો આ ઉપરાંત BTP ના 2 ધારાસભ્યોએ મતદાન કર્યું છે. NCPના 1 ધારાસભ્ય મતદાન કર્યું છે. જો કે, વિપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા હજુ મતદાન કરવામાં આવ્યું નથી.
LIVE: ગુજરાતની રાજ્યસભા બેઠકો માટે મતદાન શરૂ, કુલ 60 ધરાસભ્યોએ કર્યું મતદાન કોંગ્રેસના 22 ધારાસભ્ય મતદાન બાકી છે. જેમાં અલ્પેશ ઠાકોર, ધવલસિંહનો સમાવેશ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે ગુજરાતની 2 ખાલી પડેલી રાજ્યસભાની બેઠક પર આજે મતદાન થવાનું છે. જેના માટે ચૂંટણી પંચ દ્વારા 18 જૂનના રોજ નોટીફિકેશન બહાર પાડવામાં આવી હતી. જ્યારે ઉમેદવારી માટે 25 જૂન સુધી ઉમેદવારી નોંધાવાનો સમય આપવામાં આવ્યો હતો.
ધવલસિંહ ઝાલાની પ્રતિક્રિયા રાજ્યસભાની આ ચૂંટણીમાં ભાજપ તરફથી બે ઉમેદવારમાં એસ.જયશંકર અને જુગલજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે.તો સામે કોંગ્રેસના તરફથી ઉમેદવાર ચંદ્રીકાબેન ચૂડાસમા અને ગૌરવ પંડ્યાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. આજે યોજાયેલ મતદાનમાં અત્યાર સુધી ભાજપના 52 ધારાસભ્યો, કોંગ્રેસના 4 ધારાસભ્યો, બીટીપીના 2 ધારાસભ્યો અને NCPના 2 ધારાસભ્યો મળી કુલ 60 સભ્યોએ મતદાન કર્યું છે.
અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ફોર્મ ભરવાને અંતિમ દિવસે અંતિમ કલાકોમાં બે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં સૌરાષ્ટ્રના ચંદ્રિકાબેન ચૂડાસમા અને દક્ષિણ ગુજરાતના ગૌરવ પંડ્યાને રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કોઈ તોડફોડ ન થાય તે માટે કોંગ્રેસ દ્વારા તમામ ધારાસભ્યોને પાલનપુર ખાતે લઈ જવામાં આવ્યા છે. તેથી આ તમામ ધારાસભ્યોને ચૂંટણી સમયે જ સચિવાલય ખાતે લાવવામાં આવ્યા હતા.