આ ચારેય ધારાસભ્યોમાં જોઈએ તો ખેરાલુના ભરતસિંહ ડાભી, અમરાઈવાડીના હસમુખ પટેલ, થરાદના પરબત પટેલ અને લુણાવાડા બેઠકના રતનસિંહ રાઠોડે ધારાસભ્ય પદેથી રાજીનામા આપ્યા છે. ત્યારે હવે આ ખાલી રડેલી સીટ માટે ફરી વાર મતદાન કરવાની ફરજ ઊભી થઈ છે. આ ચાર બેઠકની સાથે સાથે અન્ય બે બેઠકમાં પણ પેટા ચૂંટણી યોજવાની ફરજ પડી છે. જેમાં તાલાલા, દેવભૂમિ દ્વારકા અને મોરવાહડપનો પણ સમાવેશ થાય છે.
ધારાસભ્યમાંથી સાંસદ બનેલા 4 નેતાએ આપ્યા રાજીનામા, સાત વિધાનસભા બેઠક પર ફરી પેટા ચૂંટણી યોજાશે - lok sabha election
ગાંધીનગર: દેશમાં થોડા સમય પહેલા જ સમાપ્ત થયેલી લોકસભા ચૂંટણીમાં જોઈએ તો ગુજરાતમાં ભાજપને પ્રચંડ બહૂમતી મળી છે. ગુજરાતની તમામ 26 સીટ પર ભાજપે ભગવો લહેરાવ્યો છે. જેમાં ભાજપે ચાર ધારાસભ્યને પણ મેદાનમાં ઉતાર્યા હતાં. આ ચાર ધારાસભ્ય હવે સંસદસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હોવાથી આજે વિધાનસભાના અધ્યક્ષને ધારાસભ્ય પદેથી રાજીનામા આપ્યા હતા.
![ધારાસભ્યમાંથી સાંસદ બનેલા 4 નેતાએ આપ્યા રાજીનામા, સાત વિધાનસભા બેઠક પર ફરી પેટા ચૂંટણી યોજાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3486169-thumbnail-3x2-l.jpg)
file
ધારાસભ્યમાંથી સાંસદ બનેલા 4 નેતાએ આપ્યા રાજીનામા
અહીં ઉલ્લેખનીય છે કે, થરાદના ધારાસભ્ય પરબતભાઈ પટેલ હાલ કેબિનેટ બેઠકમાં જોડાયેલા હોવાના કારણે બપોર બાદ અધ્યક્ષને રાજીનામું આપશે.