આ સમયે કોંગ્રેસના ધારાસભ્યો, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પરેશ ધાનાણીએ ભાજપ ધારાસભ્ય બલરામ થવાની દ્વારા મહિલાને માર મારવાની ફરિયાદ પર પોતાનું નિવેદન આપતા કહ્યું કે, ભાજપના નેતાઓ સત્તાના મદમાં રચી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં બહારવટિયાઓ પણ માં-બહેનની ઈજ્જત રાખતા હતા. જ્યારે આ લોકો તો તેમના કરતા પણ ઉતરતી કક્ષાની કામગીરી કરી રહ્યા છે.
બહારવટિયાઓ પણ માં-બહેનની ઈજ્જત કરતા, ભાજપ સત્તાના નશામાં ચૂર છેઃ ધાનાણી - Gandhinagar
ગાંધીનગરઃ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન ચિમન પટેલની આજે જન્મજયંતિ હોવાથી તેમના પુત્ર સિદ્ધાર્થ પટેલ અને પરિવાર દ્વારા ગાંધીનગરમાં રોડ પર આવેલ રાજઘાટ પર સ્થાપિત સમાધિ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, નરોડાના ધારાસભ્ય બલરામ થવાણીએ પાણીની ફરિયાદ લઈને આવેલી મહિલાને થપ્પડ અને લાતો મારતો વીડિયો વાયરલ થયો છે. જેથી વિપક્ષ દ્વારા આ બાબતે આકરૂં વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આ બાબતે પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતથી મળેલી જીતને કારણે ભાજપના નેતાઓ સત્તાના મદમાં રાચી રહ્યા છે. આપણી સંસ્કૃતિમાં તો બહારવટિયાઓ પણ માં-બહેનની ઈજ્જત કરતા હતા. જ્યારે ભાજપના કાર્યકર્તાઓ તો હલકી કક્ષાએ પહોંચી ગયા છે. ત્યારે આ બાબતે ધારાસભ્ય સામે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.
ધાનાણીએ કોંગ્રેસની બેઠકને લઈને કહ્યું કે, આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણી અને પેટાચૂંટણી આવી રહી છે. જેને લઇને કોંગ્રેસ દ્વારા મનોમંથન કરીને કેવી રીતે વિજય મેળવી શકાય તેનો અભ્યાસ કરાશે. કોંગ્રેસ ભૂતકાળમાં 40 બેઠકો ઉપર હતી જ્યારે વર્તમાનમાં રાજ્યના લોકોએ 77 બેઠક આવી છે. ત્યારે આગામી દિવસોમાં ભાજપના લોકોનો અહંકાર રાજ્યની જનતા જ તોડી નાખશે તેમાં બે મત નથી.