ગુજરાત

gujarat

ETV Bharat / state

PM મોદી, અમિત શાહ અને નિર્મલા સીતારામન ગુજરાત પ્રવાસે આવશે - ahmedabad

અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં ઉમેદવારીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને 8 એપ્રિલ અને સોમવાર સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 8 એપ્રિલ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ છે, ત્યારે ગુજરાતમાં પણ 26 લોકસભા સીટના બીજેપી અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે હવે સીધો જંગ થવા જઈ રહ્યો છે. બન્ને પક્ષ હવે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ગુજરાતમાં બીજેપીના મિશન-26 અંતર્ગત આવતી કાલથી ગુજરાત પ્રવાસમાં ચૂંટણી સભા ગજવશે. જ્યારે 10 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં આવશે. આ સિવાય નિર્મલા સીતારામણ પણ ગુજરાતના પ્રવાસે આવશે.

ડિઝાઈન ફોટો

By

Published : Apr 5, 2019, 5:28 PM IST

ગાંધીનગર લોકસભા સીટ ઉપર પણ પ્રચાર-પ્રસાર કરશે. આ સિવાય આવતીકાલે બીજેપીનો સ્થાપના દિવસ હોઈ સમગ્ર રાજ્યમાં સ્થાપના દિવસ નિમિત્તે બીજેપી અલગ અલગ કાર્યક્રમ કરશે અને અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે. અગામી 10 તારીખે નરેન્દ્ર મોદી પણ ગુજરાત ના પ્રવાસે છે, ત્યારે આ અંગે સમગ્ર કાર્યક્રમની માહિતી આપતા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ખુશનુમા વાતાવરણમાં બીજેપીની ગાડી તેજ ગતિથી આગળ વધી રહી છે. દેશના લાડીલા નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતા બની ગયા છે.

જીતુ વાઘાણીએ આપી જાણકારી...

PM મોદીના સમગ્ર કાર્યક્રમમાં 10 એપ્રિલે જૂનાગઢમાં 10 વાગે સભાને સંબોધશે, 12 વાગ્યે બારડોલી મુકામે પણ જંગી સભા કરશે. 6 એપ્રિલ બીજેપીનો સ્થાપના દિવસ છે. જે બુથ લેવલ ઉપર દર વર્ષે બુથ લેવલે ઉજવાય છે. આ કાર્યક્રમમાં શ્યામ પ્રસાદ મુખર્જી અને દીન દયાળને પુષ્પજલી અપર્ણ કરશે. જ્યારે આવતી કાલે અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે, ત્યારે બીજેપીના બુથ કાર્યકરોને પણ બુથ લેવલ સુધી સીધો સંવાદ કરશે. અમિત શાહ ગાંધીનગર લોકસભા સીટના ઉમેદવાર બન્યા છે, ત્યારે વધારેમાં વધારે ગાંધીનગરને લાભ મળશે.

આ સિવાય અમિત શાહ વેજલપુર થી જનસંપર્ક શરૂ થશે અને હવેલી મંદિર સુધી જશે, ત્યારબાદ સાબરમતી વિધાનસભામાં રાણીપ રામજી મંદિરથી શરૂ કરી કાળી કલચર રૂટ પર પૂર્ણ થશે, ત્યારબાદ રાત્રે ઘાટલોડિયા વિધાનસભામાં સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરીઓ સાથે અમિત શાહ ની બેઠક ગોઠવાઈ છે.

આ સિવાય રક્ષા પ્રધાન નિર્મલા સીતારામન પણ ગુજરાતના પ્રવાસે છે. જેમાં વડોદરામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન ભાગ લેશે અને સંબોધન કરશે, ત્યારબાદ આણંદમાં ટાઉનહોલ ખાતે મહિલાઓને સંબોધિત કરશે, પછી તેઓ અમદાવાદ ખાતે સાયન્સ સીટી ખાતે પણ મહિલાઓને સંબોધન કરશે. આવનાર દિવસમાં પ્રચાર માટે કેન્દ્રીય પ્રધાનથી લઈ બીજા રાજ્યોના મુખ્યપ્રધાન પણ આવશે. પ્રચાર-પ્રસાર માધ્યમને લઈ 13 ડિજિટલ ટીમ ચોકીદાર થીમ ઉપર 26 લોકસભા સીટ ઉપર જશે અને પ્રચાર કરશે.

ગુજરાતના 23 વર્ષના શાસન પછી પણ ગુજરાતની પ્રજા નરેન્દ્ર મોદીને ફરી પીએમ બનાવી અને ગુજરાતમાં પણ 23 વર્ષ સુધી લોકો વચ્ચે લોકચાહના સાથે બીજેપીએ ફોર્મ ભર્યા, ત્યારે કોંગ્રેસમાં કોઈ કાર્યકર્તા પણ નહોતા, એટલે કોંગ્રેસ બધે જ ફેલ થઈ છે. રાજ્યમાં નેતૃત્વમાં પણ ફેલ છે.

સુરતમાં જે ઘટના બની એમાં કોંગ્રેસ પોતાની હાર જોઈ ગઈ છે. કોંગ્રેસના નેતા ચૂંટણીમાં હિંસા કરવા માંગી રહ્યા છે. આ માટે ગુજરાતના નાગરિકોને શાંતિ રાખવા અપીલ છે. JNUમાં દેશ વિરોધીઓ માટે કોંગ્રેસ જે સ્ટેજ ઉભું કરી રહી છે. એમાં ભારતની જનતા માફ નહીં કરે.

ABOUT THE AUTHOR

...view details