સુત્રોના જણાવ્યા અનુસાર, દેશમાં જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે. જેમાં ગુજરાતના કચ્છ અને તેની આસપાસના સરહદીય વિસ્તરોમાં હવાઈ દળ અને બીએસએફ દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે, પરુંત જો યુદ્ધ થાય તો પૂરતી દવાનો સ્ટોક હાજર રહે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકારની દવાનો સ્ટોક રાખવાની સૂચના આપસપાસના સરકારી હોસ્પિટલ અને પ્રાથમિક સારવાર કેન્દ્રમાં આપી દેવામાં આવી છે. જ્યારે હેલ્થ વિભાગના કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. ઉપરાંત ત્વરિત રીતે ફરજ પર હાજર રહેવાની પણ સૂચના આપી દીધી છે.
રાજ્યના સરહદીય વિસ્તારમાં દવાનો સ્ટોક કરવા સૂચના, તમામ આરોગ્યકર્મીની રજા રદ - Health worker
ગાંધીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનોની શહાદતનો બદલો લેવા માટે ભારતીય એરફોર્સે ગત રાત્રે જ સર્જિકલ સ્ટ્રાઈક-2 કરી હતી. જેના પગલે ભારતીય જવાનોએ 1000 કિલોનો બોમમારો કરીને પાકિસ્તાની અધિકૃત કાશ્મીરમાં આંતકીઓના ઠેકાણાને ફૂંકી માર્યા હતાં. જેને પગલે હવે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. યુદ્ધની પરિસ્થિતિને ગુજરાત સરકારે પણ હાઈએલર્ટ આપીને રાજ્યના સરહદીય વિસ્તારોમાં દવાનો પૂરો સ્ટ્રોક કરવાની સૂચના આપી છે.
સ્પોટ ફોટો
આમ, ભારત દ્વારા કરવામાં આવેલ હુમલાને પગલે રાજ્યમાં હાઈએલર્ટ આપીને તમામ વિભાગના અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. જ્યારે સરહદી વિસ્તારના ઉચ્ચ પોલીસ અધિકારીઓને મહત્વનું સૂચના આપીને સ્ટેન્ટ બાય રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.